માલ્યા લંડન ભાગી જાય તેવી આશંકાના પગલે 17 બેંકો સુપ્રીમના શરણે

નવી દિલ્હી : વિલફુલ ડિફોલ્ટર વિજય માલ્યા દેશ છોડીને ભાગી ન જાય તેવી માંગ સાથે મંગળવારે 17 જેટલી બેન્કો સુપ્રીમ કોર્ટનાં શરણોમાં દોડી ગઇ હતી.સુપ્રીમ કોર્ટમાં બેન્કો દ્વારા પીટિશન ફાઇલ કરવામાં આવી છે. જો કે આ અંગેની સુનવણી બુધવારે હાથ ધરવામાં આવશે. બેંકોએ માલ્યા પાસેથી 7 હજાર કરોડ રૂપિયાની રિકવરી કરવાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે માલ્યાને કોર્ટ દ્વારા ઝટકાનો ડબલ ડોઝ આપવામાં આવ્યો હતો. ઇડીએ માલ્યા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો હતો. જ્યારે ડેટ રિકવરી ટ્રિબ્યૂનલ દ્વારા એસબીઆઇની પીટીશન અંગે જણાવ્યું કે ડિયાજિઓ પાસેથી મળનારા 515 કરોડ રૂપિયાની રકમ પર પ્રથમ હક એસબીઆઇનો હશે. બેંકોએ માલ્યા પાસેથી 7 હજાર કરોડ રૂપિયાની રિકવરી બાકી છે.

સરકારી બેંકો દ્વારા મંગળવારે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે તાત્કાલીક સુનવણી માટેની અપીલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ટી.એસ ઠાકુર અને ન્યાયાધીશ યૂયૂ લલિતે કહ્યું કે તે અંગે બુધવારે સુનવણી હાથ ધરવામાં આવશે. રોહતગીએ પિટીશનમાં જણાવ્યું કે માલ્યા એસબીઆઇ સહિત 17 બેંકો પાસેથી લોન લીધી છે. તેની બાકી રકમ કરોડો રૂપિયા છે. જો તે વિદેશ ભાગીજાય તો આ બેંકોને કારમો ફટકો પડે તેવી પરિસ્થિતી સર્જાઇ શકે છે.

બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સે એસબીઆઇ અને અન્ય 17 બેંકો દ્વારા લોન આપવામાં આવી હતી. જે રકમ વ્યાજ વગર જ 7 હજાર કરોડ રૂપિયાની પાર છે. એલબીઆઇએ માલ્યાને વિલફુલ ડિફોલ્ટર (નાણા હોવા છતા પણ નહી ચુકવનાર) જાહેર કરી ચુકી છે. ત્યારે આ બેંકોને આશંકા છે કે વિજય માલ્યા વિદેશ ભાગી જાય તેવી પુરેપુરી શક્યતાઓ છે. તેણે લંડનમાં સેટલ થવા માટેની તૈયારીઓ કરી લીધી છે.

You might also like