બેંકોમાં આજથી ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ, 4 વાર કેશ કાઢ્યા બાદ 150 રૂપિયા આપવા પડશે

નવી દિલ્હી: 1 માર્ચથી કેશલેસ ઇકોનોમીની દિશામાં દેશને ખેંચવાની કવાયતને મોટો ઝટકો બેંકોએ આપ્યા છે. હવે દેશની ખાનગી બેંકો નક્કી કરેલી સીમાથી વધારે બેંકિંગ ટ્રાન્ઝેક્શન અથવા કેશ વિડ્રોવલ કરવા પર ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવવામાં આવશે. ટ્રાન્ઝેક્શન ચાર્જનો આ નિયમ 1 માર્ચ 2017 એટલે કે આજથી લાગૂ પડી ગયા છે.

દેશના સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસીના નવા નિયમ પ્રમાણે કોઇ પણ ગ્રાહક હવે એક મહિનામાં ચાર વખત રોકડ નિકાળવા તેમજ જમા કરાવવાના ટ્રાન્ઝેક્શનને મફત કરી શકશે. પાંચમી વખત અને ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર બેંક 150 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલ કરશે. આટલું જ નહીં, એચડીએફસી બેંકના નિયમ પ્રમાણે આ 150 રૂપિયાના ટ્રાન્ઝેક્શન ચાર્જ પર તમારે અલગથી ટેક્સ અને સેસ પણ આપવો પડશે.

તો બીજી બાજુ નોનો હોમ બ્રાન્ચથી એક દિવસમાં 25000 રૂપિયાનો ઉપાડ કરો છો તો તમારી પાસેથી કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં, પરંતુ એનાથી વધારે રકમ પર પ્રતિ હજાર ઉપાડ પર 5 રૂપિયા અથવા ન્યૂનતમ ચાર્જ 150 રૂપિયા આફવા પડશે. આ ટ્રાન્જેક્શન પર પણ તમારે ટેક્સ અને સેસ અલગથી આપવો પડશે.

એચડીએફસીના જણાવ્યા અનુસાર સીનિયર સિટીઝન ગ્રાહકો અને નાબાલિગ બેંક ખાતાધારકો માટે દરરોજની ઉપાડની લિમીટ 25000 રૂપિયા રહેશે. જો કે આ ખાથાધારકો પર કોઇ ચાર્જ અથવા ટેક્સ લાગૂ પડશે નહીં. જો કે એસબીઆઇએ પણ કેશ માટે નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. જો કે એસબીઆઇના નિયમ 1 એપ્રિલથી લાગુ પડશે. એસબીઆઇના જણાવ્યા અનુસાર હવે એના ખાતાધારકક પોતાની હોમ બ્રાન્ચથી મહીનામાં માત્ર 3 વખત કેશ લેણદેણ કરી શકો છો. એસબીઆઇએ 3 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ચોથા ટ્રાન્ઝેક્શનથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 50 રૂપિયા વસૂલાત કરવાની જાહેરાત કરી છે.

home

 

You might also like