મિનિમમ બેલેન્સઃ બેન્કોએ રૂ.5,000 કરોડ વસૂલ્યા

નવી દિલ્હી: બેન્કોએ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં બેન્ક ગ્રાહકો પાસેથી રૂ. પાંચ હજાર કરોડના દંડની વસૂલાત કરી છે.

મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ વસૂલ કરવામાં આવતા ચાર્જમાં પણ વધારો કર્યો છે. આ રીતે જંગી ચાર્જ વસૂલ કરનાર ૨૧ સરકારી બેન્કો ઉપરાંત ત્રણ મુખ્ય પ્રાઇવેટ બેન્કોનો પણ સમાવેશ થાય છે. મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર ચાર્જ વસૂલવાની બાબતમાં એસબીઆઇને સૌથી વધુ ફાયદો થયો છે.

એસબીઆઇએ કુલ રૂ. ૨,૪૩૩ કરોડ આ માટે ગ્રાહકો પાસેથી વસૂલ કર્યા છે, જે તમામ બેન્કો દ્વારા વસૂલ કરવામાં આવેલ ચાર્જના ૫૦ ટકા થવા પામ્યો છે.

એસબીઆઈ બાદ એચડીએફસી બેન્કે રૂ. ૫૯૦.૮૪ કરોડ વસૂલ કર્યા છે અને એક્સિસ બેન્કે રૂ. ૫૩૦ કરોડ જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કે ૩૧૭ કરોડ વસૂલ કર્યા છે.

You might also like