3 દિવસ બેંક રહેશે બંધ,28 તારીખ પહેલા નીપટાવી લ્યો તમામ કામ

આગામી 28 થી 30 એપ્રિલ તારીખ સુધી સતત 3 દિવસ બંધ રહેવાની છે ત્યારે બેંક સાથે વ્યવહાર કરતા લોકોએ તમામ કામ પૂરા કરી લેવાની જરૂર છે. આ ઘટનાને પગલે એક વખત ફરીથી લોકોને નાણાકીય સમસ્યાઓનો ખાસ સામનો કરવો પડી શકવાની શક્યાતા સેવાઇ રહી છે.

આપને જણાવી દઇએ કે, વાસ્તવમાં 28 એપ્રિલે મહિનાનો ચોથો શનિવાર છે, બીજા દિવસે રવિવાર છે અને સોમવારે બુદ્ધ પૂર્ણિમાની રજાના કારણે બેંક બંધ રહેશે. થોડાક દિવસો અગાઉ આશરે 8 રાજ્ય દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, તેલંગાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં રોકડની સંકટ રહી હતી. ATMમાં રોકડ નહીં હોવાની ફરિયાદ મળી હતી.

ઉલ્લેખનીય છે,3 દિવસની રજા હોવાને કારણે આમ તો બેંક વધારે રોકડની વ્યવસ્થા કરે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોની પરિસ્થિતિને કારણે સ્થિતિ બગડી શકે છે. દેશના ઘણા ભાગોમાં ATM ખાલી હોવા પર સરકારે ઘણી વખત સ્પષ્ટતા આપવી પડી હતી. જો કે ભારતની રિઝર્વ બેંક અને SBIએ પણ રોકડની સમસ્યા નહીં સર્જાય તેવી માહિતી જનહિતમાં જાહેર કરી હતી. સાથે જે વિસ્તારમાં ફરીયાદ મળી રહી હતી ત્યાં વધારે રોકડ પણ મોકલી આપવામાં આવી રહી હતી.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, દરેક માસના બીજા અને ચોથા શનિવારે ભારતની તમામ રાષ્ટ્રીય બેંક બંધ રહેતી હોય છે. સપ્ટેમ્બર 2015થી આ વ્યવસ્થા લાગૂ છે. બેંક કર્મચારીઓની માંગણીઓના આધાર પર સરકારે એને લાગૂ કર્યો હતો. એટીએમમાં પૈસાની કમીનો સામનો કરી રહેલા નાના કસ્બાના લોકો એસબીઆઇના પોશ મશીનોમાંથી પણ પૈસા નિકાળી શકે છે. પૌસ મશીનોથી એક દિવસમાં 2000 રૂપિયા સુધીની જ રકમ નિકાળી શકાય છે. એમાં કોઇ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.

ATM મશીનોનો ઉપયોગ દેશના નાનો વર્ગ મોટાભાગે કરતો હોય છે, ત્યારે આગામી સમયમાં 3 દિવસ સુધી બંધ રહેનાર બેંકોના કામકાજ બંધ રહેવાને કારણે એટીએમ મશીનોમાં લાઇન જોવા મળવાની સંભાવના વધી રહી છે.

You might also like