500-2000ની નોટ પર કંઈ લખ્યું હોય, કે રંગાયેલી હોય તો પણ તે માન્ય જ ગણાશેઃ RBI

શું તમારી પાસે 500 કે 2000 રૂપિયાની કોઈ એવી નોટ પડી છે, જેના પર કંઈ લખવામાં આવ્યું હોય. અથવા એવી કોઈ નોટ જેના પર રંગ લાગેલો હોય અને આવી નોટોને લેવા માટે કોઈ તૈયાર પણ ન થતું હોય. જો આવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

RBIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તમે આ પ્રકારની નોટો બેંકમાં જઈને જમા કરાવી શકો છો. કોઈપણ બેંક આ પ્રકારની નોટો સ્વીકારવાની ના પાડી શકતી નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં RBIના અધિકારીના અધિકારીઓ સામાન્ય પ્રજાને 500 અને 2000ની નવી નોટોના સુરક્ષા ફીચરને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. એવામાં લોકો આ પ્રકારની નોટોની ફરિયાદ લઈને આવી રહ્યા છે.

RBIએ જણાવ્યું કે આ પ્રકારની કોઈપણ નોટોને કોઈ બેંક લેવાની ના પાડી શકે નહીં. જો કે આ પ્રકારની નોટો બદલાવી શકાતી નથી, પરંતુ બેંકના ખાતામાં જમા કરાવી શકાય છે. નોટ પર કંઈપણ લખ્યું હોવા છતાં અને કોઈપણ પ્રકારનો રંગ લાગ્યો હોય તો પણ તે નોટ કાયદેસર ગણાય છે.

જો કે આરબીઆઈ સ્વચ્છ નોટો માટેની નીતિ વધુ કડક બનાવવા માંગે છે. નવી નોટોને લઈને હજુ રિફંડ નીતિ બનાવાઈ નથી, તેથી આ નોટો બદલી શકાય નહીં પણ ખાતામાં જમા કરાવી શકાય અને તેના માટે કોઈ બેંક ના પાડી શકાય.

You might also like