Categories: Business Trending

GOOD NEWS: આ બેંકના ગ્રાહકોને ફાયદો, વ્યાજદરોમાં કર્યો વધારો

જો તમે આ બેંકના ગ્રાહક છો તો તમારા માટે ખુશખબરી છે. હવે તમારી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર તમને પહેલાથી વધારે વ્યાજ મળશે. તમે પણ જાણી લો કે તમને કેટલો ફાયદો થવાનો છે.

પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક HDFCએ પોતાના ફ્કિસ્ડ ડિપોઝિટના FDના વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે.

HDFC બેંકે 1 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની FDના વ્યાજદરોમાં 1%નો વધારો થયો છે. એનો અર્થ છે કે હવે FD કરાવનાર લોકોને પહેલા કરતાં વધારે વ્યાજ મળશે.

જણાવી દઇએ કે નવા વ્યાજદર 24 એપ્રિલથી લાગૂ થઇ ગયા છે. ગ્રાહકોને 1 વર્ષ માટે જમા રકમ પર 7% અને વરિષ્ઠ નાગરિકોને 7.5% વ્યાજ મળશે. જ્યારે 1 કરોડથી વધારેની રકમ જમા કરાવનાર ગ્રાહકોને તેનાથી પણ વધારે રિટર્ન મળશે.

SBI હાલમાં 1 વર્ષથી વધારે અને 2 વર્ષથી ઓછી જમા રકમ પર સામાન્ય નાગરિકોને 6.40% જ્યારે વરિષ્ઠ નાગરિકોને 6.90% વ્યાજ આપી કહી છે.

PNB હાલમાં 1 વર્ષથી વધારે અને 3 વર્ષ સુધીના ટર્મ ડિપોઝીટ પર સામાન્ય નાગરિકોને 6.75% અને વરિષ્ઠ નાગરિકોને 7.25 ટકા વ્યાજ આપી રહ્યું છે.

ICICI બેંક હાલ 1 વર્ષથી 2 વર્ષના સમયના ટર્મ ડિપોઝીટ પર 6.75 % અને સીનિયર સિટિઝન્સને 7.25 % વ્યાજ આપી રહી છે.

AXIS બેંકના ગ્રાહકોને એક વર્ષથી 13 મહિનાની ટર્મ ડિપોઝીટ પર 6.75 ટકા, 13 થી 14 મહિનામાં 6.75 %, 14 થી 15 મહિનામાં 6.90 %, 15 થી 16 મહિનામાં 6.75 %, 16 થી 17 મહિનામાં 6.75 %, 17 થી 18 મહિનામાં 6.90 % અને 18 મહિનાથી 2 વર્ષ સુધીની ડિપોઝીટ પર 6.90 %નો વ્યાજદર મળી રહ્યો છે.

કેનરા બેકના ગ્રાહક અત્યાર સુધી એક વર્ષથી વધારે અને બે વર્ષથી ઓછા ટર્મ ડિપોઝીટ પર સામાન્ય નાગરિકોને 6.45 % જ્યારે સીનિયર સિટિઝન્સને 6.95 % વ્યાજદર મળી રહ્યો છે.

BOI હાલ એક વર્ષથી વધારે અને બે વર્ષથી ઓછાના ડિપોઝીટ પર 6.50 % વ્યાજ આપી રહ્યું છે.

BOB એક વર્ષથી વધારે અને 400 દિવસ સુધીની ડિપોઝીટ પર 6.70 % જ્યારે 400 દિવસથી વધારે અને બે વર્ષ સુધીના ડિપોઝીટ પર 6.60 % વ્યાજ આપી રહ્યું છે.

Juhi Parikh

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

6 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

6 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

6 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

6 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

6 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

6 hours ago