બેન્ક ટ્રાન્ઝેકશનમાં બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત બનાવાશે

નવી દિલ્હી: હવે તમે ટૂંક સમયમાં ફિંગર પ્રિન્ટના આધારે બેન્ક ટ્રાન્ઝેકશન કરી શકશો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેશલેસ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા અને છેતરપિંડી નિવારવા માટે બેન્કોને બાયોમેટ્રિક ઓળખનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આમ હવે બેન્કોમાં કે એટીએમમાં ‌ડેબિટ, ક્રેડિટ કે અન્ય કોઇ પણ પ્રકારનાં કાર્ડથી લેવડદેવડ કરવા માટે બાયોમે‌ટ્રિક ઓળખ ફરજિયાત બનાવવાની સલાહ આપી છે.

ભવિષ્યમાં કોઇ પણ પ્રકારની લેવડદેવડ દરમિયાન આધારકાર્ડથી બાયોમેટ્રિક ઓળખ થયા બાદ જ પેેમેન્ટની કાર્યવાહી સંપન્ન થશે. રિઝર્વ બેન્કે તમામ બેન્કોને ૩૦ જૂન પહેલાં આ પ્રકારના મશીનો લગાવી દેવા જણાવ્યું છે કે જેમાં ગ્રાહકની બાયોમેટ્રિક ઓળખના આધારે ટ્રાન્ઝેકશન કરી શકાય. આ વ્યવસ્થાને કાર્યક્ષમ રીતેે ચલાવવા માટે બેન્કોને પોતાના નેટવર્ક, મશીનો અને લોકોને જાગૃત કરવા માટે જરૂરી પગલાં ભરવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડના કલોનિંગ અને અન્ય રીતે લોકો સાથે થતી છેતરપિંડી અને નાણાંની ઉચાપત જેવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કે ગૌરી મુખરજીના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરી હતી. આ સમિતિઅે જ આધાર નંબરના આધારે બાયોમેટ્રિક ઓળખ બાદ જ ટ્રાન્ઝેકશન સંપન્ન થવું જોઇએ તેવું સૂચન પોતાના રિપોર્ટમાં કર્યું છે.

પંજાબ નેશનલ બેન્કના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે બેન્કે પોતાના ગ્રાહકોને પોતાના ખાતાં આધાર કાર્ડ સાથે લિન્ક કરવા સૂચના આપી છે અને આ માટે મોટા પાયે ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. રિઝર્વ બેન્કે આધાર નંબર દ્વારા બાયોમેટ્રિક ઓળખના આધારે ટ્રાન્ઝેકશન શરૂ કરવા માટે ૧ જાન્યુઆરી, ર૦૧૭ સુધીનો સમય આપ્યો હતો, પરંતુ આ માટે બેેન્કો સંપૂર્ણપણે તૈયાર નહીં કરી શકતાં હવે આ સમય મર્યાદા ૩૦ જૂન ર૦૧૭ સુધી લંબાવવામાં આવી છે.

home

You might also like