બેન્ક શેરમાં વેચવાલીએ શેરબજારમાં ઘટાડો જોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બેન્ક શેરમાં વેચવાલીના પગલે શેરબજારમાં નરમાઇ નોંધાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૯૮ પોઇન્ટના ઘટાડે ૩૨,૫૧૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૯ પોઇન્ટના ઘટાડે ૧૦,૨૦૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી સહિત ફાર્મા કંપનીના શેરમાં પણ વેચવાલી નોંધાતી જોવા મળી હતી.

આજે શરૂઆતે વિપ્રો કંપનીના શેરમાં ૨.૫૦ ટકાનો સુધારો નોંધાયો હતો. કોટક મહિન્દ્રા અને ટીસીએસ કંપનીનો શેર પણ ૧.૫૦ ટકાના સુધારે ટ્રેડિંગમાં જોવાયો હતો, જ્યારે એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ બેન્કના શેરમાં શરૂઆતે બેથી ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો. દરમિયાન મિડકેપ સેક્ટરના શેર જેવા કે ઓબેરોય રિયલ્ટી, બેન્ક ઓફ ઇન્ડિયા, ક્રિસિલ, એચપીસીએલ, કેનેરા બેન્કના શેરમાં બે ટકાનો સુધારો જોવાયો હતો, જ્યારે સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે શ્રી અધિકારી બ્રધર્સ, દેના બેન્કના શેરમાં ત્રણ ટકાનો સુધારો આવ્યો હતો. બીજી બાજુ ગુજરાત બોરોસીલ, જ્હોનસન કંટ્રોલ, જેબીએફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેરમાં વેચવાલી નોંધાઇ હતી.

બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ
એક્સિસ બેન્ક ૪.૫૨ ટકા
એચડીએફસી ૦.૧૧ ટકા
ICICI બેન્ક ૨.૦૧ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક ૦.૪૪ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૧.૮૬ ટકા
એસબીઆઈ ૨.૦૫ ટકા
યસ બેન્ક ૦.૯૦ ટકા

બેન્ક નિફ્ટી ૨૪૦ પોઈન્ટ તૂટી
આજે શરૂઆતે બેન્ક નિફ્ટી ૨૪૦ પોઈન્ટ તૂટી ૨૪,૪૦૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, આજે શરૂઆતથી જ બેન્ક નિફ્ટી પ્રેશરમાં જોવા મળી હતી.

આવતી કાલે મુહૂર્ત ટ્રેડિંગ
આવતી કાલે સાંજે ૬.૩૦થી ૭.૩૦ મુહૂર્ત ટ્રેડિંગ સેશન છે. ત્યાર બાદ સળંગ ત્રણ દિવસની શેરબજારમાં રજા છે. રજા પૂર્વે શેરબજારમાં સાવચેતીની ચાલ નોંધાતી જોવા મળી હતી.

You might also like