બેન્ક શેરમાં સુધારાની ચાલઃ ઓટો સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: આજે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. જોકે બેન્ક શેરમાં આગેકૂચ જારી રહી છે. બેન્ક નિફ્ટી પણ ૯૧ પોઈન્ટના સુધારે ૧૮,૩૫૫ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઈ સેન્સેક્સ ૧૭ પોઈન્ટના ઘટાડે ૨૬,૭૪૨ જ્યારે એનએસઈ નિફ્ટી બે પોઈન્ટના ઘટાડે ૮૨૪૨ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

દરમિયાન આઈટી, ટેક્નોલોજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. આજે શરૂઆતે ડો. રેડ્ડીઝ લેબ્સમાં ૨.૨૦ ટકા જ્યારે કોલ ઈન્ડિયાના શેરમાં ૧.૧૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ ભેલ, ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ કંપનીના શેરમાં ૦.૭૭ ટકાથી ૧.૪૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ટીસીએસ અને ઈન્ફોસિસનાં પરિણામ પૂર્વે આઈટી શેર પ્રેશરમાં જોવા મળ્યા હતા. તો બીજી બાજુ ઓટો મોબાઈલ કંપનીના શેરમાં પણ પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. વૈશ્વિક બજારો સહિત સ્થાનિક બજારોમાં પણ અનિશ્ચિતતાભર્યા માહોલને પગલે રોકાણકાર અગળા થઈ રહ્યા છે.

home

You might also like