બેન્ક શેરના સુધારે સેન્સેક્સ ૨૫૫ પોઈન્ટ ઊછળ્યો

અમદાવાદ: ગઇ કાલે શેરબજાર સાધારણ સુધારે બંધ થયા બાદ આજે શરૂઆતે બેન્ક શેરના સપોર્ટે બજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૫૫ પોઇન્ટના સુધારે ૩૦,૧૮૮ની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૬ પોઇન્ટના સુધારે ૯,૩૫૦ની સપાટી વટાવી ૯,૩૮૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક શેરમાં નીચા મથાળે લેવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૯૦ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૨૨,૭૯૮ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે પણ શરૂઆતે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. ગેઇલ, ઓએનજીસી કંપનીના શેરમાં ૦.૭૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ આઇટી શેર પ્રેશરમાં જોવાયા હતા. આજે શરૂઆતે ટીસીએસ કંપનીના શેરમાં ૦.૩૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે વિપ્રો કંપનીના શેરમાં પણ ૦.૨૫ ટકાનો ઘટાડો આવ્યો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં સકારાત્મક પરિણામોના અભાવ વચ્ચે ઉપલા મથાળે વેચવાલી નોંધાઇ રહી છે.

ઓટો શેર ટોપ ગીયરમાં
ટાટા મોટર્સ ૦.૧૫ ટકા
બજાજ ઓટો ૦.૭૩ ટકા
આઈશર મોટર ૦.૫૮ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૪૪ ટકા
અશોક લેલેન્ડ ૧.૦૯ ટકા

ઉત્પાદન વધવાની આશંકાએ ક્રૂડમાં ઘટાડો
ઓપેક સહિત નોન ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધવાની આશાએ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ઘટાડો જોવાયો હતો. બ્રેન્ટ ક્રૂડ ૫૦ ડોલરની સપાટી તોડી નીચે ૪૯ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ છે.
http://sambhaavnews.com/

You might also like