બેન્ક શેરમાં બે સપ્તાહમાં ફિક્સ ડિપોઝિટ કરતાં પણ વધુ રિટર્ન

અમદાવાદ: શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી સુધારાની ચાલ નોંધાઇ છે. નિફ્ટીએ ૯,૯૦૦ની સપાટી ક્રોસ કરી છે. ખાસ કરીને બેન્કના શેરની આગેવાની હેઠળ બજારમાં વધુ સુધારાની ચાલ જોવા મળી છે. છેલ્લાં બે સપ્તાહમાં મોટા ભાગની બેન્કના શેરમાં એક વર્ષની ફિક્સ્ડ ડીપોઝિટ ઉપર મળતા વ્યાજ કરતા વધુ ઉછાળો જોવા મળ્યો છે.

જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેરમાં છેલ્લાં બે સપ્તાહમાં સાત ટકા કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે પંજાબ નેશનલ બેન્કના શેરમાં છેલ્લાં બે સપ્તાહમાં ૧૪.૫૦ ટકા કરતા વધુનો ઉછાળો આવ્યો છે. એ જ
પ્રમાણે જાહેર ક્ષેત્રની અન્ય બેન્કો જેવી કે ઇન્ડિયન બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક, અલ્હાબાદ બેન્કના શેરમાં નવ ટકાથી ૧૫ ટકાનો ઉછાળો માત્ર બે સપ્તાહમાં જોવા મળ્યો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બેન્કોનું વિલીનીકરણ કરવાના વહેતા થયેલા સમાચારો તથા એનપીએ ઘટાડવા માટે સરકારે અપનાવેલી નીતિના પગલે મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં ઉછાળો નોંધાયો છે. દરમિયાન રોકાણકારો પણ વધુ રિટર્ન મળવાની શક્યતાઓ પાછળ બેન્ક શેરમાં રોકાણ વધારતા જોવા મળ્યા છે.

બેન્ક શેરમાં બે સપ્તાહમાં ઉછાળો
એસબીઆઈ ૭.૧૧ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૧૪.૬૪ ટકા
કેનેરા બેન્ક ૫.૬૯ ટકા
સેન્ટ્રલ બેન્ક ૭.૨૩ ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા ૧૨.૨૪ ટકા
ઈન્ડિયન બેન્ક ૧૫.૯૮ ટકા
યુનિયન બેન્ક ૬.૩૬ ટકા
ઓરિયન્ટલ બેન્ક ૬.૮૯ ટકા
સિન્ડિકેટ બેન્ક ૫.૫૬ ટકા
અલ્હાબાદ બેન્ક ૯.૪૮ ટકા
http://sambhaavnews.com/

You might also like