બેન્ક શેર પ્રેશરમાં રહે તેવી શક્યતા

અમદાવાદ: દેશમાં બેન્કોની નોન પર્ફોર્મિંગ એસેટની સમસ્યાના ઉકેલ લાવવાના સરકારના પ્રયાસોના પગલે પાછલા સપ્તાહે બેન્કોના શેરમાં આગઝરતી તેજી જોવા મળી હતી. સરકારે પાછલા સપ્તાહે શુક્રવારે વટહુકમ બહાર પાડ્યો હતો, જોકે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બેન્કોના શેરમાં જોવાયેલી તેજી બાદ આગામી દિવસોમાં બેન્કોના શેરમાં પ્રેશર જોવાઇ શકે છે. નોંધનીય છે કે બેન્ક નિફ્ટી ચાલુ વર્ષે ૨૪.૩ ટકા વધી છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પાછલા સપ્તાહે શુક્રવારે બેન્ક નિફ્ટી ફ્યુચર્સની પોઝિશન વિક્રમ સ્તરે હતી, પરંતુ સરકારના એનપીએ માટેના વટહુકમની જોગવાઇઓ શેરબજારને સંતોષવામાં નિષ્ફળ રહી હોવાથી બેન્કોના શેર આગામી ટૂંકા સમયગાળા માટે પ્રેશરમાં જોવા મળી શકે છે.

અગ્રણી ખાનગી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્કના જાન્યુઆરીથી માર્ચ મહિનાના ચોથા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ અપેક્ષા કરતાં સારાં આવતાં અને એનપીએની સમસ્યા ઉકેલવા માટેના નવાં માળખાં અંગેના આશાવાદે પાછલાં કેટલાંક સેશનમાં બેન્કોના શેરમાં તેજીની ચાલ નોંધાઇ હતી. પાછલાં સપ્તાહે શુક્રવારે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં બેન્ક નિફ્ટી ૨૨,૮૫૩ પોઇન્ટની નવી ઊંચાઇ બનાવી હતી, જોકે ત્યાર બાદ ઘટાડો નોંધાયો હતો. જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં પણ ઘટાડાની અસર જોવાઇ હતી.
http://sambhaavnews

You might also like