બેન્ક શેરમાં તેજીનાં ઘોડા પૂર ઓસર્યાં

અમદાવાદ: જુલાઇ સિરીઝ ધમાકેદાર જોવાયા બાદ આજે ઓગસ્ટ સિરીઝના પ્રથમ દિવસે જ બજારમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઇ હતી. નિફ્ટીમાં ૪૮ પોઇન્ટનો ઘટાડો નોંધાતાં ૧૦ હજારની સપાટી તોડી નીચે ૯૯૭૫ પોઇન્ટની સપાટીએ, જ્યારે સેન્સેક્સ ૧૭૧ પોઇન્ટના ઘટાડે ૩૨,૧૦૮ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો. બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું એટલું જ નહીં બેન્ક નિફ્ટીમાં પણ ૧૬૧ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૨૪,૭૬૧ની સપાટીએ નોંધાઇ હતી.

આજે શરૂઆતે ફાર્માસ્યુટિકલ, મેટલ સહિત સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. તો બીજી બાજુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી સેક્ટર ગ્રીન ઝોનમાં જોવાયું હતું. ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૪.૯૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે આઇસીઆઇસીઆઇ બેન્ક અને લ્યુપિન કંપનીના શેરમાં પણ ૨.૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ આઇટીસી, એક્સિસ બેન્ક અને લાર્સન કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી ૧.૩૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો.

મેટલ કંપનીના શેરમાં વેચવાલી
વેદાન્તા ૧.૬૬ ટકા
ટાટા સ્ટીલ ૦.૪૮ ટકા
સેઈલ ૦.૪૭ ટકા
નેશનલ એલ્યુમિનિયમ ૦.૨૮ ટકા
હિંદુસ્તાન ઝિંક ૧.૨૭ ટકા
જિંદાલ સ્ટીલ ૧.૨૫ ટકા

આવતી કાલે આ કંપનીનાં પરિણામ આવશે
આવતી કાલે  સેન્ટ્રલ બેન્ક, દેના બેન્ક, એનટીપીસી, ઓમેક્સ, ફાઈઝર જેવી અગ્રણી કંપનીનાં પરિણામ આવશે.

બેન્ક શેરમાં ઘટાડો
એસબીઆઈ ૦.૮૫ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૦.૬૨ ટકા
ICICI બેન્ક ૨.૬૨ ટકા
એચડીએફસી બેન્ક ૦.૩૯ ટકા
યસ બેન્ક ૦.૬૪ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક ૦.૦૮ ટકા
http://sambhaavnews.com/

You might also like