બેન્ક શેરમાં રોકાણ કરનારા ધોવાયા

અમદાવાદ: બેન્ક શેરમાં રોકાણ કરનારાઓ ધોવાયા છે. મોટા ભાગની બેન્કના શેરમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે, જોકે તેની સામે સેન્સેક્સમાં ૧૬ ટકાનો સુધારો નોંધાયો છે. આમ, એક વર્ષમાં બેન્ક એફડીનું રિટર્ન બેન્ક શેરના રોકાણ કરતા સારું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ એક વર્ષની બેન્ક એફડી પર સાત ટકા જેટલું વ્યાજ આપવામાં આવે છે.

ખાસ કરીને નાની અને મધ્યમ કદની બેન્કના શેરમાં વધુ ઘટાડો જોવાયો છે. યુકો, અલ્લાહબાદ, યુનિયન, ઓરિયન્ટલ, દેના બેન્ક, આઇડીબીઆઇ બેન્કના શેરમાં ૨૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

એક વર્ષમાં બેન્ક શેરમાં જોવાયેલ ઘટાડો

એસબીઆઈ – ૪.૯૪ ટકા
બેન્ક ઓફ બરોડા – ૧૨.૧૧ ટકા
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
– ૧૫.૯૩ ટકા
પંજાબ નેશનલ બેન્ક – ૬.૫૮ ટકા
કેનેરા બેન્ક – ૦.૨૩ ટકા
યુનિયન બેન્ક – ૧૨.૦૧ ટકા
ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક
– ૧૧.૪૬ ટકા
યુકો બેન્ક – ૧૬.૭૮ ટકા
અલ્હાબાદ બેન્ક – ૧૨.૫૭ ટકા
આંધ્ર બેન્ક – ૦.૯૯ ટકા
દેના બેન્ક – ૨૨.૬૨ ટકા
ઓરિયન્ટલ બેન્ક – ૧૦.૬૨ ટકા
આઈડીબીઆઈ બેન્ક – ૨૫.૩૪ ટકા

You might also like