બેન્ક શેરમાં ઘટાડે શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું

અમદાવાદ: આવતી કાલે જૂન એક્સપાયરી તથા બેન્કોને બેન્કકરપ્સી માટેના એકાઉન્ટમાં મોટી જોગવાઇ કરવાના આરબીઆઇના વલણથી બેન્ક શેર રેડ ઝોનમાં ખૂલ્યા હતા. બેન્ક નિફ્ટીમાં પણ ૩૨૬ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે જીએસટીના અમલ પૂર્વે સરકારી તૈયારીઓ સામે પણ અનેક પ્રશ્નો છે. શેરબજારમાં તેની નકારાત્મક અસર નોંધાઇ છે. કેપિટલ ગુડ્સ સેક્ટર, ઓટો સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. એ જ પ્રમાણે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ જોરદાર પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઇ હતી.

ઓટો સેક્ટરની અગ્રણી કંપની બજાજ ઓટો કંપનીના શેરમાં ૧.૬૧ ટકા, એસબીઆઇ કંપનીના શેરમાં ૦.૭૦ ટકા, જ્યારે લાર્સન કંપનીના શેરમાં ૦.૫૦ ટકાનો શરૂઆતે ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ કંપનીના શેરમાં પણ પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. આ શેરમાં ૦.૭૬ ટકાનો ઘટાડો જોવાયો હતો. ડો. રેડ્ડીઝ લેબ્સ, ભેલ, લ્યુપિન કંપનીના શેર પ્રેશરમાં જોવાયા હતા. તો બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૦.૫૫ ટકાથી ૦.૭૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો.

એક સપ્તાહમાં બેન્ક શેર ડાઉન
એસબીઆઈ ૪.૬૪ ટકા
બેન્ક ઓફ બરોડા ૭.૬૨ ટકા
પીએનબી ૬.૩૯ ટકા
બેન્ક ઓફ ઇન્ડિયા ૩.૧૭ ટકા
સેન્ટ્રલ બેન્ક ૮.૧૫ ટકા
કેનેરા બેન્ક ૮.૬૪ ટકા
યુનિયન બેન્ક ૫.૯૧ ટકા
વિજયા બેન્ક ૮.૬૨ ટકા

યુએસ સહિત એશિયાઈ બજાર તૂટ્યાં
અમેરિકામાં ટેક્નોલોજી કંપનીના શેરમાં ગાબડાં પડ્યાં હતાં. હેલ્થ કેર બિલમાં વોટિંગમાં વિલંબ થવાથી અમેરિકી શેરબજાર પ્રેશરમાં જોવા મળ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ઓબામા કેર બિલમાં ફેરફાર ઇચ્છે છે. યુએસ ડાઉ ઇન્ડેક્સ ૯૮.૮૯, જ્યારે એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૧૯.૬૯ પોઇન્ટ તૂટ્યો હતો. એ જ પ્રમાણે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૬૪ પોઇન્ટ, તાઇવાન ઇન્ડેક્સ ૧૦૮ પોઇન્ટ તૂટ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like