બેન્ક શેરમાં બીજા દિવસે પણ સુધારો નોંધાયો

અમદાવાદ: ગઇ કાલે શેરબજારમાં ધમાકેદાર ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ ૪૯૯.૭૯ પોઇન્ટ ઊછળ્યો હતો. આજે બીજા દિવસે શેરબજાર સુધારે ખૂલ્યું છે. ખાસ કરીને બેન્કિંગ સ્ટોક્સમાં બીજા દિવસે પણ સકારાત્મક ચાલ નોંધાઇ છે અને શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૮૨ પોઇન્ટના સુધારે ૨૭,૭૧૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૨ પોઇન્ટના સુધારે ૮,૪૯૨ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવાઇ છે. બેન્ક નિફ્ટીમાં ૮૯ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૧૮,૪૮૦ના મથાળે ટ્રેડિંગમાં જોવાઇ છે. આજે ઓટોમોબાઇલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ સેક્ટરમાં પણ વધુ સુધારાની ચાલ નોંધાઇ હતી. તો બીજી બાજુ આઇટી, ફાર્માસ્યુટિકલ સેક્ટર પ્રેશરમાં જોવાયું હતું. વિદેશી રોકાણકારોની આજે પણ ખરીદી જોવા મળી હતી, જેને પગલે નિફ્ટી ૮,૫૦૦ની સપાટીની નજીક ૮,૪૯૨ની સપાટીએ જોવાઇ હતી.

આજે શરૂઆતે એક્સિસ બેન્કના શેરમાં ૧.૫૭ ટકા, ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૧.૩૪ ટકા, મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૧.૦૩ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૧.૭૯ ટકા, સિપ્લા કંપનીના શેરમાં ૦.૯૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટીસીએસ કંપનીના શેરમાં પણ નરમાઇ જોવાઇ હતી. જોકે બજારની નજર આજે આવનારા આઇઆઇપી અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર ટકેલી છે.

બેન્ક શેર અપ
એક્સિસ બેન્ક                ૧.૩૩ ટકા
બેન્ક ઓફ બરોડા          ૦.૫૨ ટકા
ફેડરલ બેન્ક                  ૧.૭૧ ટકા
પંજાબ નેશનલ બેન્ક    ૦.૬૩ ટકા
ICICI બેન્ક                  ૦.૪૦ ટકા

You might also like