બેન્ક શેર અને બેન્ક નિફ્ટી રેડ ઝોનમાં, મેટલ સ્ટોક પીગળ્યા

અમદાવાદ: વૈશ્વિક અનિશ્ચિતતાઓના પગલે આજે શરૂઆતે મેટલ કંપનીના સ્ટોક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૦.૪૯ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. એ જ પ્રમાણે વેદાન્તા કંપનીના શેરમાં ૬.૨૦ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. ગઇ કાલે સેન્સેક્સમાં ૧૩૦ પોઇન્ટના જોવા મળેલા ઘટાડા બાદ આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ નોંધાતી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૯૦ પોઇન્ટના સુધારે ૨૯,૬૧૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૭ પોઇન્ટના સુધારે ૯,૧૯૮ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી છે.

આજે શરૂઆતે મેટલ સેક્ટર સહિત બેન્ક અને બેન્ક નિફ્ટી ઘટાડે ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં ૨૦ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૨૧,૪૯૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ટાટા સ્ટીલ, બજાજ ઓટો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેરમાં ૦.૬૭ ટકાથી ૧.૨૦ ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ ગુરુવારે રિઝલ્ટ પૂર્વે ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૧.૩૦ ટકાનો સુધારો નોંધાયો હતો. એ જ પ્રમાણે અદાણી પોર્ટ્સ અને ઓએનજીસી કંપનીના શેરમાં પણ ૦.૯૦ ટકા સુધીનો સુધારો આવ્યો હતો.

મેટલ સ્ટોક રેડ ઝોનમાં
કંપનીનું નામ ટકાવારીમાં ઘટાડો
વેદાન્તા – ૬.૨૦ ટકા
ટાટા સ્ટીલ – ૦.૪૯ ટકા
સેઈલ – ૦.૬૭ ટકા
હિંદાલ્કો – ૦.૪૪ ટકા
હિંદુસ્તાન ઝિંક – ૦.૬૮ ટકા

ક્રૂડ પાંચ મહિનાની ઊંચાઈએ
સિરિયા પર અમેરિકાના મિસાઇલ હુમલા અને લિબિયાની સૌથી મોટી ઓઇલફિલ્ડ બંધ થવાના સમાચાર બાદ વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાયો છે. ક્રૂડ પાંચ સપ્તાહની ઊંચાઇએ પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ ૫૬ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયું છે, જ્યારે નાયમેક્સ ક્રૂડ ૫૩ ડોલર પ્રતિબેરલની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે.

વૈશ્વિક અનિશ્ચિતતાઓના પગલે એશિયાઈ બજારમાં ગાબડાં
અમેરિકાએ સિરિયા ઉપર હુમલો કર્યા બાદ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. તેની અસર શેરબજાર ઉપર પણ જોવા મળી રહી છે. આજે મોટા ભાગનાં એશિયાઈ બજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ૧૯૧ પોઇન્ટ તૂટ્યો હતો. એ જ પ્રમાણે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૮૯ પોઇન્ટ અને તાઇવાન શેરબજાર ઇન્ડેક્સ ૫૧ પોઇન્ટ ઘટ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like