છ માસમાં બેન્કોની એનપીએ ૧૫ ટકા વધી

મુંબઇ: માત્ર છ માસના સમયગાળામાં જ બેન્કોની નોન પર્ફોંર્મિંગ એસેટમાં એક અંદાજ મુજબ ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર બેન્કોમાં નોન પર્ફોંર્મિંગ એસેટનો આંકડો રૂ. ૯,૨૨,૦૦૦ કરોડની સપાટીએ પહોંચી ગયો છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે બેન્કોને પોતાની બેલેન્સશીટને સુધારવામાં વધુ સમય લાગી શકે છે. બેન્કો ઉપર નાણાકીય બોજો પણ અનુમાન કરતાં વધુ છે.
આરબીઆઇએ બેન્કોને વધુમાં જણાવ્યું છે કે માર્ચ સુધી બેન્કો તમામ એનપીએને પોતાનાં એકાઉન્ટમાં સમાવી લે. દરમિયાન બેન્કોને એનપીએને બેલેન્સશીટમાં સમાવવા માટે નફામાંથી વધુ નાણાંની જોગવાઇ કરવી પડી શકે છે, જેના કારણે બેન્કોની બેલેન્સશીટ ખરડાઇ શકે છે. ડિસેમ્બરના અંત સુધીમાં બેન્કોની એનપીએ રૂ. ૮,૦૬,૦૦૦ કરોડ હતી, જે જૂન મહિનામાં વધીને રૂ. ૯,૨૨,૦૦૦ કરોડ થઇ ગઇ છે, જે રેકોર્ડ સ્તરે જોવા મળી રહી છે.

You might also like