બેન્ક શેરમાં વધુ સુધારાની ચાલથી સેન્સેક્સમાં ૨૦૦ પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: વિદેશી શેરબજારના સપોર્ટે તથા સ્થાનિક બજારમાં એફઆઇઆઇ સહિત રોકાણકારોની લેવાલીએ આજે શરૂઆતે જ સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ૬૨ પોઇન્ટનાે સુધારો નોંધાઇ ૮૭૦૦ની સપાટી ક્રોસ કરી ૮૭૨૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે શરૂઆતે ઓટોમોબાઇલ, બેન્ક કંપનીના શેરમાં ઉછાળો નોંધાતો જોવાયો હતો. બેન્ક નિફ્ટી પણ ૨૦૮ પોઇન્ટના સુધારે ૧૯,૬૨૦ની સપાટીએ જોવા મળી હતી. દરમિયાન આજે રિલાયન્સના રિઝલ્ટ પહેલાં કંપનીના શેરમાં એક ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.

આજે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં વધુ ૩.૨૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એચડીએફસી અને ઓએનજીસી કંપનીના શેરમાં પણ એક ટકાથી ૧.૨૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો તો બીજા બાજુ વિપ્રો, અદાણી પોર્ટ, ભારતી એરટેલ કંપનીના શેરમાં ૦.૩૦ ટકાથી ૦.૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

You might also like