બેન્ક શેરની આગેવાનીએ સેન્સેક્સમાં ૨૦૦ પોઈન્ટનો ઉછાળોઃ નિફ્ટી ૭૯૦૦ ક્રોસ

અમદાવાદ: આજે શરૂઆતે બેન્ક શેર્સમાં નીચા મથાળે જોરદાર ખરીદીના પગલે શેરબજારમાં ઉછાળો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટને સુધારે ૨૫,૭૯૭ જ્યારે એનએસઈ નિફ્ટી ૫૭ પોઈન્ટને સુધારે ૭,૯૦૬ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ચોમાસું વહેલું આવે તેવી શક્યતાઓ પાછળ શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઈ છે.
આજે શરૂઆતે આઈસીઆઈસીઆઈ બેન્ક, એલ એન્ડ ટી, ભેલ, સિપ્લા અને ડો.રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેર્સમાં ૨.૫૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ ઈન્ફાેસિસ, એચડીએફસી બેન્ક કંપનીના શેર્સ રેડ ઝોનમાં
ખૂલ્યાં હતાં. શેરબજારમાં ઘટાડે વિદેશી રોકાણકારોની ખરીદી
જોવાતાં તથા ચોમાસાના સકારાત્મક પરિબળે શેરબજારમાં સુધારાની ચાલ જોવાઈ હતી.
શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મોરેશિયસ રૂટ દ્વારા આવતા વિદેશી નાણા ટૂંકા સમયગાળામાં અટકે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. વિદેશી રોકાણકારોની રોકાણની પ્રોસેસ ચાલુ રહેશે તેવી સેન્ટીમેન્ટ પાછળ બજારમાં આગેકૂચ જોવા
મળી હતી.

You might also like