બેન્ક શેર અપઃ આઈટી અને ફાર્મા શેર ડાઉન

અમદાવાદ: આજે સપ્તાહની શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૩૦ પોઇન્ટના સુધારે ૨૯,૪૯૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૭ પોઇન્ટના સુધારે ૯,૧૫૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે શરૂઆતે બેન્ક શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૧૩૧ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૨૧,૬૮૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ છે તો બીજી બાજુ આઇટી, ટેક્નોલોજી અને ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેર પ્રેશરમાં જોવા મળ્યા છે.

આજે શરૂઆતે લ્યુપિન કંપનીના શેરમાં ૧.૪૩ ટકા, વિપ્રો કંપનીના શેરમાં ૦.૯૫ ટકા, જ્યારે ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૭૨ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે તો બીજી બાજુ એચડીએફસી બેન્ક, અદાણી પોર્ટ્સ અને લાર્સન કંપનીના શેરમાં ૧.૭૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એપ્રિલ સિરીઝની એક્સપાયરી પૂર્વે શેરબજારમાં સાવધાનીપૂર્વકની ચાલ જોવા મળી શકે છે.

http://sambhaavnews.com

You might also like