શેરબજાર ‘વેઈટ એન્ડ વોચ’ના મૂડમાં, ઓટો, બેન્ક સેક્ટર અપ, મેટલ ડાઉન

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સાધારણ સુધારાની ચાલ જોવા મળી હતી. સેન્સેક્સ ૩૯ પોઇન્ટના સુધારે ૩૫,૪૨૭, જ્યારે નિફ્ટી ૧૦ પોઇન્ટના સાધારણ સુધારે ૧૦,૭૫૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદના પગલે શેરબજાર પર અસર જોવાઇ હતી.

ઓટો, બેન્કિંગ, એફએમસીજી, આઇટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, પાવર અને રિયલ્ટી સેક્ટરના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. તો બીજી બાજુ મેટલ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પ્રેશર નોંધાયું હતું. બેન્ક નિફ્ટી ૦.૨૫ ટકાના સુધારે ૨૬,૨૪૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ સુધારાની ચાલ જોવાઇ હતી.

આજે શરૂઆતે કોલ ઇન્ડિયા, ટાઇટન, પાવર ગ્રીડ, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, વિપ્રો કંપનીના શેરમાં ૦.૬થી બે ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે હિંદાલ્કો, સિપ્લા, બીપીસીએલ, ટાટા સ્ટીલ, લ્યુપિન, ઓએનજીસી, ભારતી એરટેલ, એચડીએફસી કંપનીના શેરમાં ૦.૫૦થી ૧.૮૦ ટકાનો સુધારો નોંધાયો હતો.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ભાવ ઊંચા છે તો બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં તોફાની વધ-ઘટ નોંધાઇ રહી છે. વૈશ્વિક મોરચે પણ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સંબંધોમાં ફરી તંગદિલી જોવા મળી રહી છે, જેના પગલે શેરબજારમાં સાવચેતી નોંધાઇ છે. કર્ણાટક ચૂંટણીનાં પરિણામોની અસર પણ બજાર પર નોંધાઇ છે અને તેથી એફઆઈઆઈની સાવચેતી સાથે રોકાણકારો પણ વેઈટ એન્ડ વોચના મૂડમાં છે.

શેરબજારમાં સુધારો છતાં આ શેર બાવન સપ્તાહના તળિયે
એસીસી રૂ. ૧૩૯૫.૦૦
બીજીઆર એનર્જી રૂ. ૯૫.૦૫
ધામપુર શુગર રૂ. ૭૪.૦૦
ધનલક્ષ્મી બેન્ક રૂ. ૧૮.૪૫
એવરેડી ઈન્ડ. રૂ. ૨૫૬.૧૦
એનએફએસ રૂ. ૪૮.૫૫
રુશિલ ડેકોર રૂ. ૬૦૫.૦૦
પૂંજ લોઈડ રૂ. ૧૪.૧૦
પંજાબ એન્ડ સિંધ બેન્ક રૂ. ૨૮.૭૫

આવતી કાલે રિઝલ્ટ પૂર્વે આજે આ શેરમાં વધ-ઘટ
અશોક લેલેન્ડ + ૦.૭૨ ટકા
બજાજ ઓટો + ૦.૪૧ ટકા
બજાજ હોલ્ડિંગ – ૦.૦૪ ટકા
આઈનોક્સ વિન્ડ + ૦.૩૦ ટકા
મન્નાપુરમ્ ફાઈ. – ૦.૨૬ ટકા
કિર્લોસ્કર ઓઈલ – ૧.૩૩ ટકા
થર્મેક્સ + ૦.૪૩ ટકા
ટન્લા સોલ્યુશન્સ – ૨.૫૫ ટકા

You might also like