બેન્ક અને RBI એનપીએ ઘટાડવા સખતાઈથી કામ કરતાં નથી

મુંબઇ: બેન્કોમાં નોનપર્ફોર્મિંગ એસેટ વધી રહી છે. આરબીઆઇ અને બેન્કોની વધતી એનપીએ સામે નારાજગી દર્શાવતાં સંસદીય કમિટીએ કહ્યું કે વધતી જતી એનપીએના કારણે બેન્કિંગ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકાય છે. બેન્કો અને આરબીઆઇ અેનપીએ ઘટાડવા સખતાઇથી કામ કરતાં નથી. કમિટીએ આરબીઆઇ સામે નારાજગી દર્શાવતાં જણાવ્યું કે આરબીઆઇ તેનો રોલ યોગ્ય રીતે નિભાવી રહી નથી. આરબીઆઇએ માત્ર માર્ગદર્શિકા જ નહીં બનાવવી જોઇએ, પરંતુ બેન્કો તેને સખતાઇથી અનુસરે તે પણ જોવું જોઇએ.

કમિટીએ આરબીઆઇ સામે આંગળી ઉઠાવતાં કહ્યું કે આરબીઆઇએ પોતાના દ્વારા બનાવવામાં આવેલા નિયમોનો પણ યોગ્ય રીતે અમલ કર્યો નથી. જે બેન્કોની એનપીએ સૌથી વધુ છે તેની સામે પણ આરબીઆઇ કોઇ પણ પ્રકારની સખતાઇથી કામ કરી રહી નથી. સપ્ટેમ્બર-૨૦૧૫ સુધી જાહેર ક્ષેત્રની બેન્કોમાં નેટ એનપીએ રૂ. ૨,૦૫,૦૨૪ કરોડ હતી. કમિટીને આશંકા છે કે કુલ એનપીએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ચાર લાખ કરોડને પાર પહોંચી શકે છે.

You might also like