બેન્કોના નફા પર પ્રેશર જોવાશે તથા NPA વધશે

મુંબઇ: ભારતીય બેન્કોનો નફો પ્રેશરમાં રહેશે. રેટિંગ એજન્સી મૂડીઝ અને તેની સબસિડિયર કંપની ઇક્રાના જણાવ્યા અનુસાર આગામી બે વર્ષમાં બેન્કોની એસેટની ગુણવત્તામાં ખરાબી ચાલુ રહેશે અને તેના લીધે ઇક્વિટી ઉપરનું વળતર ઘટશે. આગામી ૧૮ મહિનામાં બેન્કોએ મહત્ત્વના પડકારોનો સામનો કરવો પડી શકે છે.

મૂડીઝના જણાવ્યા પ્રમાણે ભારતની મોટા ભાગની બેન્કો માટે એસેટની ગુણવત્તા નેગેટિવ પરિબળ પુરવાર થશે. નોનપરફોર્મિંગ લોન અને સ્ટાન્ડર્ડ રિસ્ટ્રક્ચર્ડ લોનની વૃદ્ધિનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. તેઓના જણાવ્યા પ્રમાણે ૨૦૦૯થી ૨૦૧૨ના સમયગાળામાં અપાયેલી લોન આ સમસ્યાનું મૂળ કારણ છે. રેટિંગ એજન્સીના જણાવ્યા પ્રમાણે બેન્કોને ૧.૫ લાખ કરોડથી ૧.૮ લાખ કરોડની જરૂરિયાત રહેશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ બેન્કિંગ સિસ્ટમને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
http://sambhaavnews.com/

You might also like