બેન્ક નિફ્ટીએ ૨૦ હજારની સપાટી વટાવીઃ ઓટો શેર અપ

અમદાવાદ: ત્રણ દિવસની સળંગ રજા બાદ આજે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. સ્થાનિક બજારમાં એફઆઇઆઇની લેવાલીએ ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં સેન્સેક્સ ૨૭૩ પોઇન્ટના સુધારે ૨૮,૮૦૫ પોઇન્ટ, જ્યારે નિફ્ટી ૭૪ પોઇન્ટના સુધારે ૮,૮૮૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને બેન્ક અને ઓટોમોબાઇલ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે બેન્ક નિફ્ટી પણ ૨૧૪ પોઇન્ટના ઉછાળે ૨૦ હજારની સપાટી ક્રોસ કરી ૨૦,૦૯૭ની સપાટીએ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કના નવા ગવર્નર તરીકે ઉર્જિત પટેલે આજે પદભાર સંભાળ્યો છે.
આજે શરૂઆતે ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૧.૩૦ ટકાથી ૧.૭૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ મજબૂત ખરીદીની ચાલ નોંધાઇ હતી. રિયલ્ટી સેક્ટર ઇન્ડેક્સમાં ૧.૧૦ ટકાનો સુધારો જોવાયો હતો. નિફ્ટી ૫૦ના ૪૧ શેર ગ્રીન ઝોનમાં ટ્રેડિંગમાં જોવાયા હતા.

બેન્ક શેર ઊછળ્યા
એસબીઆઈ                      ૧.૦૮ ટકા
પંજાબ નેશનલ બેન્ક         ૧.૧૫ ટકા
ICICI બેન્ક                       ૧.૧૯ ટકા
બેન્ક ઓફ બરોડા               ૧.૨૦ ટકા
એક્સિસ બેન્ક                     ૧.૨૩ ટકા
એચડીએફસી બેન્ક             ૧.૦૪ ટકા

ઓટો શેર અપ
ટાટા મોટર્સ                       ૧.૭૩ ટકા
મારુતિ સુઝુકી                   ૧.૬૩ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા        ૧.૧૦ ટકા
હીરો મોટો કોર્પ                  ૦.૮૦ ટકા
આઈશર મોટર                  ૦.૪૩ ટકા

You might also like