બેન્ક, ઓટોમોબાઈલ, મેટલ શેરમાં વેચવાલી, બેન્ક નિફ્ટી પ્રેશરમાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૮૨ પોઇન્ટના ઘટાડે ૩૩,૪૧૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૭ પોઇન્ટના ઘટાડે ૧૦,૩૦૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. એશિયાઇ શેરબજારમાં જોવા મળેલા ઘટાડા તથા એફઆઇઆઇની વેચવાલીના પગલે બજાર તૂટ્યું હતું. ખાસ કરીને બેન્ક, ઓટોમોબાઇલ, મેટલ શેરમાં વેચવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટી પણ ૧૬૫ પોઇન્ટ તૂટી હતી અને ૨૫,૬૨૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે બજાજ ઓટો, ઇન્ફોસિસ અને સન ફાર્મા કંપનીના શેરમાં ૦.૩૩થી ૦.૭૪ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે કોટક મહિન્દ્રા, ભેલ અને અદાણી પોર્ટ્સ કંપનીના શેરમાં એકથી ૧.૭૦ ટકાનો ઘટાડો જોવાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આજે નવેમ્બર એક્સપાયરી છે તે પૂર્વે શરૂઆતે શેરબજારમાં સાવચેતીભરી ચાલ નોંધાતી જોવા મળી હતી.

મેટલ શેર ડાઉન
ટાટા સ્ટીલ ૦.૬૧ ટકા
વેદાન્તા ૦.૪૨ ટકા
સેઈલ ૦.૩૮ ટકા
હિંદાલ્કો ૦.૬૧ ટકા
કોલ ઈન્ડિયા ૦.૫૪ ટકા

બેન્ક શેરમાં ઘટાડો
એસબીઆઈ ૦.૯૪ ટકા
પીએનબી ૦.૭૨ ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૫૩ ટકા
કેનેરા બેન્ક ૦.૭૭ ટકા
ઈન્ડિયન બેન્ક ૧.૦૪ ટકા
અલ્હાબાદ બેન્ક ૦.૯૭ ટકા
યુકો બેન્ક ૦.૩૧ ટકા
યુનાઈટેડ બેન્ક ૧.૪૨ ટકા
કોર્પોરેશન બેન્ક ૦.૭૦ ટકા

You might also like