બેન્ક નિફ્ટીએ પ્રથમ વાર ૨૪ હજારની સપાટી ક્રોસ કરી

અમદાવાદ: વૈશ્વિક શેરબજારમાં પોઝિટિવ ચાલ તથા સ્થાનિક લેવલે વિદેશી રોકાણકાર સહિત ફંડોની લેવાલીના પગલે શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૭૩ પોઇન્ટના સુધારે ૩૨,૦૯૪ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૪ પોઇન્ટના સુધારે ૯૯૧૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે બેન્ક, ઓટોમોબાઇલ, મેટલ સહિત સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. તો બીજી બાજુ એફએમસીજી સેક્ટરના શેરમાં નરમાઇ નોંધાઇ હતી. બેન્ક નિફ્ટી આજે પ્રથમ વાર ૨૪,૦૦૦ની સપાટી ક્રોસ કરી ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૨૪,૦૧૮ની સર્વોચ્ચ સપાટીએ જોવા મળી હતી. દરમિયાન રિયલ્ટી સેક્ટરના શેરમાં પણ આજે શરૂઆતે પ્રેશર જોવા મળ્યું હતું.

વિપ્રો, અદાણી પોર્ટ અને ટાટા મોટર્સ કંપનીના શેરમાં બે ટકા સુધીનો સુધારો જોવાયો હતો. તો બીજી બાજુ આઇટીસી, એક્સિસ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના શેર પ્રેશરમાં જોવાયા હતા.

નિફ્ટીના આ શેરમાં ઉછાળો
કંપનીનું નામ ટકાવારીમાં વધારો
વિપ્રો ૧.૯૮ ટકા
ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ૧.૦૨ ટકા
ઈન્ફોસિસ ૧.૦૨ ટકા
એસીસી ૦.૯૯ ટકા
ટાટા મોટર્સ ૦.૯૩ ટકા

નિફ્ટીના આ શેરમાં ઘટાડો
કંપનીનું નામ ટકાવારીમાં ઘટાડો
આઈટીસી ૨.૪૦ ટકા
ગેઈલ ૦.૮૭ ટકા
ઓરબિન્દો ફાર્મા ૦.૫૮ ટકા
ઈન્ડસ ઈન્ડ બેન્ક ૦.૩૮ ટકા
એચસીએલ ટેક્નો. ૦.૩૪ ટકા
http://sambhaavnews.com/

You might also like