બેન્ક અને આઈટી શેરમાં વધુ ગાબડાં

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૭ના ટ્રેડિંગના બીજા દિવસે પણ શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦૪ પોઇન્ટને ઘટાડે ૨૬,૪૯૧, જ્યારે નિફ્ટી ૨૯ પોઇન્ટને ઘટાડે ૮,૧૫૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને બેન્કિંગ અને આઇટી શેરમાં વેચવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૧૦૪ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે વિપ્રો કંપનીના શેરમાં ૧.૪૧ ટકા, જ્યારે ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૧.૩૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં નીચા મથાળે ખરીદી નોંધાઇ હતી. આજે શરૂઆતે ગેઇલ, ટાટા મોટર્સ અને ભેલ કંપનીના શેરમાં ૦.૬૦ ટકાથી ૦.૯૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સકારાત્મક પરિબળોનો અભાવ તથા રોકાણકારોની વેચવાલીએ બજારમાં ઘટાડાની ચાલ નોંધાઇ રહી છે.

ક્રૂડમાં ઉછાળો
વૈશ્વિક બજારમાં ક્રૂડમાં ઉછાળો નોંધાયો છે. ક્રૂડે ૫૭ ડોલર પ્રતિ બેરલની સપાટીને પાર કરી દીધું છે. ક્રૂડનાં ઉત્પાદનમાં ઘટાડાના નિર્ણયના કારણે ક્રૂડના ભાવમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

આ શેર્સ વધુ તૂટ્યા
ઈન્ફોસિસ ૧.૭૬ ટકા
હીરો મોટો કોર્પ ૧.૩૧ ટકા
ભારતી એરટેલ ૧.૨૯ ટકા
એચડીએફસી ૧.૨૫ ટકા
વિપ્રો ૧.૦૦ ટકા
બજાજ ઓટો ૦.૯૩ ટકા
http://sambhaavnews.com/

You might also like