બેન્ક, આઈટી સેક્ટરના શેરમાં વેચવાલી જોવાઈ

અમદાવાદ: આજે શરૂઆતે જ શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારના પ્રેશર વચ્ચે તથા વિદેશી ફંડના પ્રોફિટ બુકિંગના પગલે શેરબજારમાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૦૦ પોઇન્ટના ઘટાડે ૩૧,૫૯૪, જ્યારે એનએસઇ નિફટી ૬૨ પોઇન્ટના ઘટાડે ૯૮૪૨ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. બેન્ક અને ઓટો શેરની આગેવાનીએ શેરબજારમાં ગાબડાં પડ્યાં હતાં. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેર પણ પ્રેશરમાં જોવા મળ્યા હતા, જોકે ડિફેન્સિવ એફએમસીજી સેક્ટરના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

આજે શરૂઆતે ઇન્ફોસિસ, એસબીઆઇ અને સન ફાર્મા કંપનીના શેરમાં એક ટકાથી ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. બીજી બાજુ આઇટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેરમાં ૦.૭૦ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળેલા પ્રેશર વચ્ચે સ્થાનિક શેરબજાર પણ તૂટ્યું છે. ખાસ કરીને બેન્ક, આઈટી, ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ભારે વેચવાલીની અસરથી શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે.

નિફ્ટીના આ શેર તૂટ્યા
ઈન્ફોસિસ ૩.૩૮ ટકા
બેન્ક ઓફ બરોડા ૨.૩૩ ટકા
વેદાન્તા ૧.૯૦ ટકા
હિંદાલ્કો ૧.૮૯ ટકા
એસબીઆઈ ૦.૯૮ ટકા

બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ
એસબીઆઈ ૦.૯૮ ટકા
બેન્ક ઓફ બરોડા ૧.૫૫ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૧.૬૭ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક ૦.૯૯ ટકા
ફેડરલ બેન્ક ૦.૯૫ ટકા
યસ બેન્ક ૦.૨૪ ટકા

બેન્ક નિફ્ટી ૧૮૦ પોઈન્ટ તૂટી
આજે શરૂઆતે બેન્ક નિફ્ટી પણ પ્રેશરમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી ૧૮૭ પોઈન્ટ તૂટી હતી. ગઇ કાલે છેલ્લે બેન્ક નિફ્ટી ૨૪,૨૩૭ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી.

You might also like