બેન્ક કર્મચારીઓની આઠ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળ

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશન (એઆઈબીઈએ)એ આઠ જાનયુઆરીએ દેશ વ્યાપી બેન્ક કર્મચારી હડતાળનું એલાન આપ્યું છે. સરકારની કર્મચારી વિરોધી નીતિઓ તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ની પાંચ સહયોગી બેન્કોના કર્મચારીઓ સાથે થયેલી સમજૂતીના ઉલ્લધંનને પગલે દેશવ્યાપી હડતાળનું એલાન અપાયું છે.

એસબીઆઈની પાંચ સહયોગી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ અને સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુરનો સમાવેશ થાય છે.

એઆઈબીઈએના મહામંત્રી સી.એચ. વેંકટાચલમે જણાવ્યું હતું કે ઈન્ડિયન બેન્ક એસોસિયેશન (આઈબીએ) અને એઆઈબીઈએ વચ્ચે મે મહિનામાં સમજૂતી સધાઈ હતી. આ સમજૂતી મુજબ બેન્કમાં ફરજ બજાવતાં જૂદા જૂદા વર્ગના કર્મચારીઓની ફરજ તથા પારિશ્રમિકને પરિભાષિત કરનાર હતા.એસબીઆઈની પાંચ સહયોગી બેન્કો આ સમજૂતીમાં સામેલ છે.

ભારતીય સ્ટેટ બેન્કે તેના કર્મચારીઓ માટે મેનેજમેન્ટ અને યૂનિયન વચ્ચે કરારને આધારે અલગથી નોકરીની શરતો નક્કી કરી છે. આ શરતો અન્ય બેન્કોને લાગુ પડતી નથી. જોકે સહયોગી બેન્કોનું મેનેજમેન્ટ એસબીઆઈની નોકરીની શરતોનો અમલ કરે છે. જે ગેરકાયદેસર છે અને સમજૂતીનો ભંગ છે.

You might also like