૧૦ બેન્કના કર્મચારીઓની સુવિધાઓમાં કાપ મુકાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની ૧૦ બેન્કોના કર્મચારીઓની સુવિધાઓમાં કાપ મૂકવાનો આદેશ કર્યો છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બેન્ક, અલાહાબાદ બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, વિજયા બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક, આંધ્ર બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને દેના બેન્કને પત્ર મોકલ્યો છે.

પત્રમાં કેન્દ્ર સરકારે સુવિધાઓ માટે બેન્ક યુનિયનો સાથે સમજૂતી કરવા જણાવ્યું છે. જે સુવિધાઓમાં કાપ મૂકવામાં આવનાર છે તેમાં એલટીસી, પે સ્કેલમાં વધારો અને અન્ય સુવિધાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેન્કો તરફથી કેન્દ્ર પાસે ૫૦૦-૫૦૦ કરોડની મૂડી સહાય માગવામાં આવી હતી. કેન્દ્રએ બેન્કોની આ માગણીને ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે આ બેન્કોની એસેટ્સ અને પ્રોફિટની સ્થિતિ સંતોષકારક નથી. કેન્દ્રએ એવું પણ જણાવ્યું છે કે હવે બેન્ક કર્મચારીઓની સુવિધા જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવામાં આવે.

http://sambhaavnews.com/

You might also like