બેન્ક કર્મચારીની પત્નીને રોમિયોએ ફોન પર કહ્યું, ‘હું તને પ્રેમ કરું છું’

અમદાવાદ: નરોડામાં આવેલ બંગલોઝમાં રહેતી ગૃહિણીને ફોન પર એક રોમિયોએ પ્રપોઝ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી રોમિયો ગૃહિણીને ફોન કરીને મળવા માટે બોલાવતો હતો અને તેની સાથે બીભત્સ માગણી કરતો હોવાથી ગૃહિણીના પતિએ નરોડા પોલીસ સ્ટેશનમાં રોમિયો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
નરોડાના કઠવાડા રોડ પર આવેલા શ્રીજી બંગલોઝમાં રહેતી 29 વર્ષીય ગીતાબહેને નરોડા પોલીસ સ્ટેશનમાં રો‌િમયો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

તું મારી સાથે વાત કર….હું તને પ્રેમ કરું છે…..તું મને મળવા માટે કેમ નથી આવતી….આ પ્રકારની માગણી ગીતાબહેનના મોબાઇલ ફોન પર રોમિયો છેલ્લા ઘણા દિવસથી કરી રહ્યો હતો. ગીતાબહેનના પતિ પ્રકાશભાઇ નેશનલાઇઝ બેન્કમાં નોકરી કરે છે. રોમિયો ફોન કરીને ગીતાબહેન સાથે બીભત્સ માગણીઓ કરીને હેરાન કરતો હોવાની વાત પ્રકાશભાઇને થતાં ગઇ કાલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. નરોડા પોલીસે આ કેસમાં ગીતાબહેન પાસેથી રોમિયોનો મોબાઇલ નંબર લઇને તેની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like