બેન્ક કર્મીઓ આનંદોઃ નવેમ્બર ર૦૧૭થી પગાર વધારો મળશે

નવી દિલ્હી: સરકાર કેન્દ્રીય કર્મચારીઓ બાદ હવે બેન્ક કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપવા જઇ રહી છે. સરકારની કોશિશ છે કે બેન્ક કર્મચારીઓને ૧ નવેમ્બર ર૦૧૭થી નવા પગાર વધારાનો લાભ મળી જાય. ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (આઇબીએ) અને બેન્ક કર્મચારી યુનિયનો વચ્ચે કેટલો પગાર વધારો કરવો એ બાબતે ગુરુવારે પ્રથમ બેઠક યોજી હતી.

નાણાં મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે સરકાર ઇચ્છે છે કે બેન્ક યુનિયન અને આઇબીએ વચ્ચે પગાર વધારાને લઇને જલદી સહમતી સધાઇ જાય કે જેથી નવેમ્બર ર૦૧૭ની અસરથી પગાર વધારાનો લાભ બેન્ક કર્મચારીઓને આપી શકાય.

દર પાંચ વર્ષે બેન્ક કર્મચારીઓના પગારમાં વધારો થાય છે. છેલ્લે પગાર વધારામાં ઘણો વિલંબ થયો હતો. ર૦૧રમાં પગાર વધારો થવાનો હતો, પરંતુ તેના બદલે મે-ર૦૧પમાં પગાર વધારો કરાયો હતો. નિર્ધારિત નિયમો હેઠળ આ વર્ષે બેન્ક કર્મચારીઓને પગાર વધારો મળવો જોઇએ. આજ કારણસર સરકાર આ દિશામાં કાર્યવાહી કરી રહી છે.

નેેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક વર્કસના વાઇસ પ્રેસિડેન્ટ અશ્વિની રાણાઅે જણાવ્યું હતું કે આઇબીએ સમક્ષ અમે પાંચ મુદ્દાની ડિમાન્ડ રજૂ કરી છે. આઇબીએલ સબ કમિટી બનાવી છે કે જેથી આ માગણીઓ પર વિચારણા કરીને નક્કર કાર્યવાહી કરી શકાય. અમે પણ ઇચ્છીએ છીએ કે બેન્ક કર્મચારીઓના પગારમાં સમયસર વધારો થાય. સરકાર પણ આ વખતે પગાર વધારાને લાંબા સમય સુધી ટાળવા માગતી નથી.

http://sambhaavnews.com/

You might also like