બેન્ક અને કેપિટલ ગુડ્સ શેર્સ અપઃ ફાર્મા શેરમાં વધુ ઘટાડો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું છે. બીએસઇ સેન્સેક્સ ૧૦૧ પોઇન્ટના સુધારે ૩૦,૪૦૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૯ પોઇન્ટના સુધારે ૯,૩૮૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે શરૂઆતે બેન્ક શેર્સ સહિત કેપિટલ ગુડ્સ, એફએમસીજી શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. એટલું જ નહીં સ્મોલકેપ અને મિડકેપ શેર ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા.

આજે શરૂઆતે ગેઇલ, લાર્સન, ઇન્ફોસિસ કંપનીના શેરમાં એક ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ ફાર્મા સ્ટોક્સમાં વધુ ઘટાડાની ચાલ નોંધાઇ હતી. લ્યુપિન કંપનીના શેરમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારતી એરટેલ અને ડો.રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં પણ ૦.૮૦ ટકાથી ૧.૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક શેરબજારના સપોર્ટે સ્થાનિક શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ છે.

ફાર્મા શેર વધુ તૂટ્યા
લ્યુપિન – ૫.૪૯ ટકા
ડો.રેડ્ડીઝ લેબ્સ – ૦.૯૩ ટકા
સન ફાર્મા – ૦.૨૭ ટકા
સિપ્લા – ૦.૨૫ ટકા

ક્રૂડનાં ઉત્પાદનમાં આગામી નવ મહિના સુધી ઘટાડો કરવાની દરખાસ્ત
આજે ક્રૂડનું ઉત્પાદન કરતા ઓપેક તથા નોન ઓપેક દેશો વચ્ચે બેઠક મળી રહી છે. જોઇન્ટ મોનેટરિંગ કમિટીએ ઉત્પાદનમાં ઘટાડો આગામી નવ મહિના સુધી વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે. ક્રૂડનું ઉત્પાદન કરતા દેશો દ્વારા ક્રૂડના ભાવમાં ઘટાડો થતો રોકવા માટે કોશિશ કરવામાં આવી રહી છે, જેના પગલે ક્રૂડના ભાવમાં તેજી નોંધાઇ છે. બ્રેન્ટ ક્રૂડ ૫૪ ડોલર પ્રતિ બેરલની સપાટીને પાર જોવાયું છે.

http://sambhaavnews.com/

You might also like