બેંક-ઓટો શેરની આગેવાનીએ સેન્સેક્સ ૩૦ હજારને પાર

અમદાવાદ: ગઇકાલની રજા બાદ સપ્તાહની શરૂઆતે શેરબજાર ઉચા ગેપથી ખુલ્યુ હતું. વૈશ્વીક બજારોના સપોટે તથા સ્થાનિક લેવલે વિદેશી સહિત સંસ્થાગત રોકાણકારોની લેવાલીના પગલે આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧ર૦ પોઇન્ટના ઉછાળે ૩૦૦૩૮ સપાટી જયારે નિફટી ૩૩ પોઇન્ટના સુધારે ૯૩૩૭ની સપાટીએ ખુલી હતી. આજે શરૂઆતે કેપિટલગુડર્સ, બેંક શેરમાં નીચા મથાળે લેવાલી જોવા મળી હતી. ઓટોમોબાઇલ્સ સેક્ટરના એપ્રિલ મહિનાના અપેક્ષા કરતાં સેલ્સ ડેટા સારા આવતાં ઓટો કંપનીના શેરમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. મારુતિ સુઝુકી કંપનીનો શેર પર સપ્તાહની ઊંચી રૂ.૬૭૦૦ સપાટીએ પહોંચ્યો હતો.

આજે શરૂઆતે મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૧.૭૭ ટકા, હિરો મોટોકોપ ૧.૧૯ ટકાનો સુધારો નોંધાયો હતો. એજ પ્રમાણે ઓએનજીસી કંપનીના શેરમા ૧.પ૬ ટકા, એચડીએફસી કંપનીના શેરમાં ૧.૪૯ ટકાનો સુધારો આયો હતો. જ્યારે રિલાયન્સ કંપનીના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. આ કંપનીનો શેર ૦.૬૧ ટકાના ઘટાડે રૂપિયા ૧૩૮૬ની સપાટીએ ટ્રેડીંગમાં જોવા મળ્યો હતો.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સરકારે બેંકોમાં એનપીએ ઘટાડવાની હાથ ધરેલી ક્વાયત તથા ઓટો સેલ્સના સારા ડેટાના પગલે શેરબજારમાં સુધારાની ચાલ જોવા મળી છે.

http://sambhaavnews.com/

You might also like