બેન્ક-ઓટો સેક્ટરની આગેવાનીએ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ ઊછળ્યો

અમદાવાદ: આવતી કાલે જુલાઈ એક્સપાયરી તથા યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક પૂર્વે એફઆઇઆઇની કેશ બજારમાં ખરીદી તથા વિદેશી બજારોના સપોર્ટે સેન્સેક્સ શરૂઆતે ૨૦૮ પોઈન્ટ ઊછળ્યો હતો. સેન્સેક્સ ૨૮ હજારની સપાટી ક્રોસ કરી ૨૮,૧૮૫ની સપાટીએ જોવાયો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૫ પોઇન્ટનાે સુધારે ૮,૬૫૦ પોઇન્ટની સપાટી વટાવી ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૮,૬૫૬ની સપાટીએએ ટ્રેડિંગમાં જોવાઇ હતી, જે ૧૫ મહિનાની ઊંચી સપાટીએ જોવાઇ હતી.

આજે બેન્કિંગ શેરમાં લેવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટીએ પણ ૧૪૦ પોઇન્ટને સુધારે ૧૯ હજારની સપાટી ક્રોસ કરી ૧૯,૦૦૧ની સપાટી જોઇ હતી. તો બીજી બાજુ ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટી પસાર થવાના આશાવાદે બજારને સપોર્ટ મળ્યો છે.

ફાર્માસ્યુટિકલ શેરમાં વેચવાલી
ડો. રેડ્ડીઝ લેબ્સ      ૮.૭૫ ટકા
કેડિલા હેલ્થકેર      ૧.૮૭ ટકા
ગ્લેક્સો સ્મિથ        ૦.૨૯ ટકા
લ્યુપિન                 ૦.૪૩ ટકા
સન ફાર્મા             ૦.૪૬ ટકા

બેન્ક શેર ઊછળ્યા
એસબીઆઈ                     ૦.૯૫ ટકા
ICICI બેન્ક                      ૧.૩૫ ટકા
બેન્ક ઓફ બરોડા              ૦.૬૫ ટકા
પંજાબ નેશનલ બેન્ક        ૨.૩૨ ટકા
એચડીએફસી બેન્ક           ૦.૧૧ ટકા

આખરે શેરબજાર કેમ વધી રહ્યું છે?
• વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલો સકારાત્મક માહોલ
• યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજના દરમાં વધારો કરવાનું હાલ મુલતવી રાખી શકે
• ક્રૂડમાં નોંધાયેલો ઘટાડો
• પ્રથમ ક્વાર્ટરના અપેક્ષા કરતાં સારા પરિણામો
• દેશના મોટા ભાગનાં રાજ્યોમાં સારું ચોમાસું
• જીએસટી પસાર થવાની વધતી જતી શક્યતા
• એફઆઈઆઈની કેશ માર્કેટમાં વધી રહેલી ખરીદી

You might also like