બેન્કોમાં લાઈનો યથાવત્ઃ ATM હજુ પણ ઠન ઠન ગોપાલ જેવા

અમદાવાદ: નોટબંધીના સતત ૧૩મા દિવસે પણ બેન્કોની બહાર લાઇનો જોવા મળી રહી છે. લોકો સવારથી જ બેન્કોની બહાર લાઇન લગાવી ઊભા રહી જતા નજરે પડે છે. એટીએમમાં પૈસા ખૂટી જતાં લોકોને હાલાકી ભોગવી પડી રહી છે. આજે સવારે બેન્કોની બહાર લાંબી લાઇનો જોવા મળી હતી. જે લોકોને લગ્નપ્રસંગ છે તેઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમુક બેન્કો દ્વારા લગ્નની કંકોતરી લઇને આવનાર વ્યક્તિના ખાતામાંથી રૂ.ર.પ૦ લાખ ઉપાડવાની મંજૂરી અપાઇ છે, પરંતુ બેન્કો દ્વારા કોઇ પ‌િરપત્ર મળ્યો ન હોવાનું જણાવી પૈસા ન ચૂકવાતાં લોકો નિરાશ થઇ પરત ફરી રહ્યા છે.

લગ્નપ્રસંગ માટે જેને પૈસાની જરૂર છે તેઓ હાલમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. નોટબંધીના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ૧૩ દિવસ વીતી જવા છતાં બેન્કોની બહાર લાઇનો ઓછી થતી જોવા નથી મળી રહી. એટીએમમાં કેશ ગણતરીના કલાકોમાં ખૂટી જાય છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો કેશ સમયસર ન પહોંચવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. બેન્કોમાં લાઇનો યથાવત્ રહેતાં લોકો નોટ બદલાવવા માટે બેન્કમાં લાઇનોમાં ઊભા રહી કંટાળો અનુભવી રહ્યા છે.
visit : www.sambhaavnews.com

You might also like