બેન્ક અને ઓટો શેરમાં પ્રોફિટ બુકિંગ

અમદાવાદ: આજે સપ્તાહની શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું છે. વૈશ્વિક શેરબજારમાં જોવા મળી રહેલા ઘટાડાની અસર સ્થાનિક બજાર ઉપર પણ જોવા મળી હતી, જેના પગલે બેન્ક અને ઓટોમોબાઇલ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાતું જોવા મળ્યું છે. એટલું જ નહીં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી સેક્ટરમાં પણ નરમાઇની ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૧૩ પોઈન્ટના ઘટાડે ૨૮,૫૫૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૪ પોઇન્ટના ઘટાડે ૮,૮૦૦ની સપાટી તોડી નીચે ૮,૭૯૬ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. આ કંપનીનો શેર ૧.૨૪ ટકાના સુધારે ૧૧૧૬ની સપાટીએ જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે ડો. રેડ્ડીઝ લેબ્સ અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં પણ ૦.૫૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો. તો બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્ક, અદાણી પોર્ટ અને ટાટા મોટર્સ કંપનીના શેરમાં એક ટકાથી ૧.૫૦ ટકાનો ઘટાડો નોંધાતો જોવાયો છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર એક્સપાયરી પૂર્વે શેરબજારમાં પ્રેશર જોવા મળ્યું છે. બેન્કિંગ શેરમાં વેચવાલીના કારણે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટીમાં ૧૭૦ પોઇન્ટનો ઘટાડો નોંધાતો જોવાયો હતો.

You might also like