ફિલ્મ રિવ્યુ : ‘બેન્જો’

કૃષિકા લુલ્લા અને વાસુ ભગનાની નિર્મિત ફિલ્મ ‘બેન્જો’નું નિર્દેશન રવિ જાધવે કર્યું છે. ફિલ્મમાં રીતેશ દેશમુખ અને નરગિસ ફખરી જેવા કલાકારો છે. આ ફિલ્મ મુંબઇના એક એવા લોકલ બેન્ડની કહાણી છે, જે ક્યારેક ક્યારેક કોઇ મહોત્સવમાં પોતાની કળા બતાવે છે, પરંતુ તેના સભ્યોને લાગે છે કે તેઓ પોતાની આ કળાને તેમનું ભવિષ્ય બનાવી શકે છે. તે મ્યુઝિશિયન તરાત (રીતેશ દેશમુખની કહાણી છે, જે મહોલ્લાઓમાં પર્ફોર્મ કરે છે). બીજી તરફ અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતી ક્રિ‌િસ્ટના (નરગિસ ફખરી) એક એમબીએ સ્ટુડન્ટ છે અને ડીજે પણ છે. તે ન્યૂયોર્કમાં યુ ટ્યૂબ પર એક મ્યુઝિક પીસને સાંભળે છે અને તેની દીવાની થઇ જાય છે. તે બેન્ડના મ્યુઝિશિયનને શોધવા મુંબઇ આવવાનું નક્કી કરે છે. તે મ્યુઝિક લવર છે અને એક બેન્ડ સાથે જોડાયેલી છે.

સ્ટ્રીટ સિંગરની શોધમાં તે મુંબઇ આવે છે અને આ બેન્ડને શોધી કાઢે છે. હવે તરાતને આશાનું એક કિરણ દેખાય છે. શું તે પોતાની મંજિલ મેળવી શકશે? હવે શરૂ થાય છે બેન્જો પાર્ટીની કશ્મકશ. રીતેશ દેશમુખે આ ફિલ્મ અંગે કહ્યું હતું કે ફિલ્મનો કોન્સેપ્ટ એકદમ યુનિક છે અને મારું પાત્ર પણ પ્રેરણાદાયક છે. તરાત નામના બેન્જો પ્લેયરને જીવનમાં માત્ર ઇજ્જત કમાવવી છે. આ ફિલ્મ માટે રીતેશે ખૂબ જ મહેનત કરી છે. પોતાના લુક પર ખૂબ કામ કરે છે. તેણે ફિલ્મ માટે વાળ અને દાઢી વધારવાની સાથેસાથે ટપોરી જેવી લેંગ્વેજ પર બોલવાની હતી. નરગિસ ન્યૂયોર્કમાં જન્મેલી ભારતીય મૂળની એક યુવતીના રોલમાં છે. તે કહે છે કે આ ફિલ્મ માટે હું મરાઠી શીખી. ક્રિ‌િસ્ટનાના કેરેક્ટરે મને આકર્ષી અને તેથી મેં આ ફિલ્મ સાઇન કરી. •

You might also like