બાંગ્લાદેશી યુવતીને સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, પ્રેમીએ દગો આપતા કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદઃ સોશિયલ મીડિયાનાં સમયમાં યુવાનો ઘણી વખત આકર્ષણને પ્રેમ સમજી બેસતાં હોય છે. જેનો લાભ લઈને કેટલાંક આવારા તત્વો દ્વારા યુવતીઓને ભોળવીને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. આવો જ એક આંખ ઉઘાડતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. બાંગ્લાદેશની એક યુવતીને સોશિયલ મીડિયા પર અમદાવાદનાં એક યુવક સાથે પ્રેમ સાથે થઇ ગયો હતો.

બાંગ્લાદેશની આ યુવતી પોતાનાં પ્રેમીને મળવા અવાર-નવાર અમદાવાદ આવતી હતી. જો કે, પ્રેમીએ દગો દેતા પોતાનાં બઘા જ અરમાનો પર પાણી ફરી વળતાં આ યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે હાલ આ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે ક્યારેક આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે કે સોશિયલ મીડિયા દ્વારા છોકરા છોકરીઓ એકબીજા સાથે ફ્રેન્ડશીપ કરતા હોય છે અને બાદમાં આ ફ્રેન્ડશીપ પ્રેમમાં પરિણમે છે. પરંતુ બંને પક્ષેથી ક્યારેય એમ જાણવાનો પ્રયાસ કરવામાં નથી આવતો કે તેમનું પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે, તેઓ ક્યાં રહે છે અને હાલમાં શું કરે છે.

જેવાં અનેક સવાલો પાછળની હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ ન કરતા તેઓ ક્યારેક આ પ્રેમજાળમાં ફસાઇ જતાં છોકરીઓ ક્યારેક હવસનો શિકાર પણ બનતી હોય છે. તેવો જ અમદાવાદનો આ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીને સોશિયલ મીડિયા પર અમદાવાદનાં એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો ને બાદમાં તેને દગો આપીને યુવક ફરાર થઇ ગયો હતો.

You might also like