બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકાનો કેપ્ટન ૩૮ વર્ષીય રંગના હેરાથ

કોલંબોઃ ૩૮ વર્ષીય ડાબોડી સ્પિનર રંગના હેરાથ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટની શ્રેણી માટે શ્રીલંકાની ટીમનો કેપ્ટન રહેશે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા એન્જેલો મેથ્યુસના સ્થાને કેપ્ટનની જવાબદારી હેરાથ સંભાળશે. હેરાથે અગાઉ પણ બે ટેસ્ટમાં શ્રીલંકન ટીમનું નેતૃત્વ સંભાળ્યું છે. શ્રીલંકા ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું કે, ”હેરાથે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે કેપ્ટનશિપનો પડકાર સ્વીકારવા સહમતિ આપી છે.” શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ સાત માર્ચે પી સારા ઓવલ મેદાન પર શરૂ થશે. ગત વર્ષે ઓક્ટોબરમાં ઝિમ્બાબ્વે સામે હેરાથે કેપ્ટનશિપ સંભાળી હતી. એ સમયે હેરાથે ૩૮ વર્ષ, ૨૨૪ દિવસની ઉંમરને કેપ્ટનશિપનો ડેબ્યૂ કરનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો.
http://sambhaavnews.com/

You might also like