બાંગ્લાદેશ પોલીસે મહિલા ક્રાઇમબ્રાંચની લીધી મુલાકાત

ગાંધીનગર: ગાંધીનગર ખાતે આવેલી એફએસએલ યુનિવર્સીટીમાં છેલ્લા 15 દિવસથી બાંગ્લાદેશ પોલીસને ટેકલોનોલોજી અંગે ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. ટ્રેનીંગનાં ભાગ રૂપે આવેલી બંગ્લાદેશ પોલીસે સાંજનાં સમય દરમ્યાન શહેરમાં મીઠાખળી વિસ્તારમાં આવેલા એક માત્ર મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

શહેરમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાનો ઉદેશ માત્ર એજ હતો કે મહિલાઓની સામાજીક સમસ્યાઓને અમદાવાદ શહેર મહિલા પોલીસ કેવી રીતે ઉકેલે છે? એટલું જ નહી પીડિત મહિલા પોલીસ સ્ટેશનમાં આવે ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત પોલીસ અધિકારી અને કર્મચારી ઓ દ્વારા કેવી રીતે કાયદેસરની જગ્યાએ કેવી રીતે હુંફ આપીને મદદ આપવામાં આવે છે.

આ ઉપરાંત પણ પોલીસિંગ અંગે પણ બંને પોલીસ વચ્ચે ઘણી ચર્ચાઓ થઇ. આ મુલાકાતમાં ડીસીપી લેવલના અધિકારી, પીઆઇ સહીત 30 જેટલા પોલીસ ઓફિસરો હાજર રહ્યા હતા અને મહિલા ક્રાઇમબ્રાંચના એસીપી પન્ના મોમાયા અને પીઆઇ દિવ્યા રવિયાએ સાથે મળીને તેઓની સાથે વાતચીત કરી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી કામગીરી વિશે જાણ કરી હતી. બાંગ્લાદેશ પોલીસે જ્યારે મહિલા ક્રાઇમબ્રાંચની મુલાકાત લીધી ત્યારે સૌ કોઇ જોવા માટે ટોળે વળ્યા હતા.

આ અંગે બાંગ્લાદેશ પોલીસનાં એસપી ફરીદા અસમીન કહ્યું કે, અમે ગાંધીનગર ખાતે આવેલી એફએસએલ યુનિવર્સીટીમાં છેલ્લા 15 દિવસથી આવી રહેલી નવી ટેકનોલોજીની તાલીમ લઈ રહ્યાં છીએ. આમારી ટીમને શહેરમાં આવી પોલીસ અંગે ખુબ માહિતી મળી. જ્યારે આ તાલીમમાં અમે જે કંઈ જાણવા મળ્યું છે તે અમે અમારી કામગીરીમાં ઉપયોગમાં લઈશું.

આ અંગે મહિલા ક્રાઈમબ્રાંચનાં એ.સી.પીએ જણાવ્યું કે, ૧૫ દિવસની એફએસએલ તાલીમ માટે બાંગ્લાદેશ પોલીસ અધિકારીઓ ગાંધીનગર આવ્યા હતા.. જેમાં વીમેન સપોર્ટીંગ એન્ડ ઇન્વેસ્ટીગેશન સેન્ટરની કામગીરી સંભાળતા ડીસીપી પણ હાજર હતા જેઓ એ મહિલા પોલીસ સ્ટેશનમાં થતી કામગીરી અંગે જોવાનું પસંદ કર્યું, અને તે જોતા અહી થતી કાઉન્સિલ , હેલ્પલાઇન અને કેસ રજીસ્ટ્રરની પ્રક્રિયા પણ જાણી હતી, અને ચર્ચા કરતા એ પણ જાણવા મળ્યું કે બાંગ્લાદેશમાં વધુ પડતું કામ એનજીઓ કરે છે.જયારે ગુજરાતમાં મહિલાઓને સાચવવા રાજ્ય સરકાર નારીસરક્ષણ ગૃહ પણ છે, જે બાંગ્લાદેશ પોલીસ પાસે નથી.

You might also like