શેખ હસીના આજથી ભારત યાત્રાએઃ બાંગ્લાદેશ સાથે ૨૫ સમજૂતીઓ થશે

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બંધ પડેલ રેલ રૂટ ફરીથી ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ રૂટ દ્વારા ભારત નેપાળ અને ભુતાન સાથે પણ જોડાશે. તેનાથી આ દેશો સાથેના ટ્રેડ અને ટૂરિઝમને મદદ મળશે. બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આજે ચાર િદવસની ભારત યાત્રાએ આવી રહ્યાં છે. આ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડિફેન્સ, સિક્યોરિટી અને સિવિલ ન્યૂક્લિયર સેક્ટર સાથે સંકળાયેલ ૨૫ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવશે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે એક ટ્રેનના ટ્રાયલ રનને લીલી ઝંડી આપવાના પણ નિર્દેશો મળી રહ્યા છે, જોકે તિસ્તા જળ વહેંચણી સમજૂતી થવાની શક્યતા ઘણી ઓછી છે. શેખ હસીનાની ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સંરક્ષણ ક્ષેત્રમાં ભારત સાથે સંબંધો મજબૂત કરવાનો છે. ભારત, બાંગ્લાદેશને લશ્કરી સપ્લાય માટે ૫૦ કરોડ ડોલરની લોન આપવાની પણ જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત પાંચ અબજ ડોલરની વધારાની મદદ પણ આપવામાં આવી શકે છે. બંને દેશો વચ્ચે બિઝનેસ, ઈન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ અને અનર્જી સેક્ટરમાં સહકાર વધવાના નિર્દેશો મળી રહ્યા છે. સાથે સાયબર સિક્યોરિટીને લઈને એક મહત્ત્વની સમજૂતી થનાર છે.

દક્ષિણ એશિયામાં આઈએસના પગપેસારાને લઈને બંને દેશો વચ્ચે ધાર્મિક કટ્ટરવાદ અને આતંકવાદ સામે કામ લેવામાં સહકારને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો ટ્રેન વ્યવહાર કોલકાતાથી શરૂ થવાની શક્યતા છે. મોદી અને હસીના તેના ટ્રાયલ રનને લીલી ઝંડી આપશે. બંને વીડિયો િલંક દ્વારા પ્રોગ્રામમાં સામેલ થશે. ટ્રેન આ વર્ષે જુલાઈથી શરૂ થવાની આશા છે. બંને દેશો વચ્ચે કોલકાતાથી ઢાકા સુધી મૈત્રી એક્સપ્રેસ અઠવાડિયામાં ચાર િદવસ દોડાવવામાં આવે તેવી શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like