બાંગ્લાદેશ બાદ હેકર્સ ભારતને નિશાન બનાવે તેવી શક્યતા

મુંબઈ: સાયબર હેકર્સએ તાજેતરમાં બાંગ્લાદેશની સેન્ટ્રલ બેન્ક પર એટેક કરી બેન્કના લગભગ આઠ કરોડ ડોલર ઉઠાવી લીધા હતા ત્યારે ચિંતાની બાબત એ છે કે હેકર્સ હવે ભારતની કેટલીક ઉચ્ચ કક્ષાની કંપનીઓ અને બેન્કોને નિશાન બનાવે તેવી સંભાવના છે ત્યારે બીજી તરફ મોટા ભાગની ભારતીય કંપનીઓ અને બેન્કો પાસે સાયબર એટેકનો સામનો કરવાના સાધન નથી.

પીડબલ્યુસી ઈન્ડિયાએ તાજેતરમાં ભારતની ટોપ 50 ‌િલસ્ટેડ કંપનીઓ એટલે ‌િનફટી 50 પર રિસર્ચ કર્યું હતું, તેમાં જણાવ્યા અનુસાર મોટા ભાગની ‌િનફટી કંપનીઓ આઈટી બાબતમાં કમજોર છે, જેનો હેકર્સ લાભ ઉઠાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કંપનીઓના માત્ર આઈપી એડ્રેસ જ હેક થયા નથી, પરંતુ તેમના કેટલાક ઈ-મેઈલને પણ ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે. હેકર્સે ‌િનફટી 50ની 34 કંપનીના 525 ઈ-મેઈલ એડ્રેસ જાણી લીધાં છે ત્યારે પીડબલ્યુસીના સર્વે મુજબ હેકર્સ આ કંપનીઓને ગમે ત્યારે નિશાન બનાવી શકે છે. ભારતમાં તાજેતરમાં કેટલીક હાઈ પ્રોફાઈલ સાયબર હેકીંગ બાબતોમાં જોવા મળ્યું છે કે હેકર્સ કંપનીના કોઈ કર્મચારીના ઈ-મેઈલ અથવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ દ્વારા કંપનીની સિસ્ટમમાં દાખલ થઈ જાય છે.

પીડબલ્યુસી ઈન્ડિયાના સાયબર સિકયો‌િરટી લીડર શિવરામ કૃષ્ણન જણાવે છે કે સાયબર હેકર્સ માત્ર જાહેરમાં મળતી માહિતીઓના આધારે જ કોઈ કંપનીની આઈટી સિસ્ટમને જાણી તેને નિશાન બનાવી શકે છે. હેકીંગ કેટલીક બાબતમાં જટીલ પ્રક્રિયા બની રહે છે. પરંતુ હેકર્સ કંપનીઓની ટેકનોલોજી સિસ્ટમને એ‌િકટવ કરી સ્કેન કરતા રહે છે અને તેમાં ઘૂસવાનો માર્ગ શોધવાની કોશિશ કરે છે, પરંતુ તમામ સાયબર ક્રાઈમમાં આટલી મહેનત કરવાની જરૂર રહેતી નથી.

સંશોધનમાં જણાવાયા મુજબ 34 કંપનીની વેબ પ્રોપર્ટીને હેક થવાનું જોખમ હતું અને ઈન્ટરનેટ પ્રોવાઈડર્સે નુકસાન થવાના ભયથી આ કંપનીઓના 200 આઈપી એડ્રેસને બ્લેક‌િલસ્ટ કર્યાં છે. ભારતીય કંપનીઓ વિકાસ કરી રહી છે ત્યારે રૂપિયા અને જાસૂસીના હેતુથી તેના પર હેકર્સના હુમલા વધી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં હેકર્સે ત્રણ બેન્કો અને એક ફાર્મા કંપનીના કમ્પ્યૂટરને તેના કંટ્રોલમાં કરી લીધા હતા.

You might also like