ઉલ્ફાને મોટો ફટકોઃ અનુપ ચેતિયા ભારતને હવાલે કરાયો

નવી દિલ્હીઃ પૂર્વોત્તર રાજ્ય આસામમાં સક્રિય પ્રતિબંધિત ઉગ્રવાદી જૂથ ઉલ્ફાને મોટો ફટકો પડ્યો છે. બાંગ્લાદેશે ૧૮ વર્ષથી બાંગ્લાદેશની જેલમાં બંધ ઉલ્ફાનો મહામંત્રી અનુપ ચેતિયા ભારતે સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરમિયાનગીરી બાદ ચેતિયા ભારતને હવાલે કરી દીધો છે.

ચેતિયા સહિત ત્રણ ઉલ્ફા નેતાઓ રાત્રે ૨.૦૦ વાગ્યાની આસપાસ ભારતને સોંપવામાં આવ્યા હતા. ભારતીય હાઈકમિશનના જે.પી.સિંહે ઉલ્ફા નેતાઓની કસ્ટડી લીધી હતી. ભારતને સોંપવામાં આવેલા અન્ય બે ઉલ્ફા નેતાઓમાં – લક્ષ્મીપ્રસાદ ગોસ્વામી અને બાબુ શર્માનો સમાવેશ થાય છે. સરહદ પર ચેતિયાને ભારતને હવાલે કરાયો હતો. આજે ચેતિયાને દિલ્હી લાવવામાં આવશે. ચેતિયા પ્રતિબંધિત ઉલ્ફાનો મહામંત્રી છે. આસામ પોલીસને હત્યા, ખંડણી, ત્રાસવાદ અને નકલી નોટોના કેસોમાં તેની શોધ હતી.

You might also like