બાંગ્લાદેશી ક્રિકેટર શહાદત પર જાતીય સતામણીનો આરોપ

ઢાકાઃ બાંગ્લાદેશ પોલીસે રાષ્ટ્રીય ક્રિકેટર શહાદત હુસેન પર ૧૧ વર્ષની સગીર છોકરીની જાતીય સતામણી કર્યાનો આરોપ લગાવ્યો છે. એ છોકરીને ગેરકાયદે નોકરાણીના રૂપમાં રાખવામાં આવી હતી. પોલીસે કહ્યું કે બાંગ્લાદેશ તરફથી ૩૮ ટેસ્ટ મેચ રમી ચૂકેલા હુસેન અને તેની પત્ની નિરિતો શહાદત પર મારપીટ અને સતામણી કરવા બદલ ગત મંગળવારે આરોપ નક્કી કરાયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર શફીઉર રહેમાને કહ્યું, ”અમારી શરૂઆતની તપાસમાં શહાદત અને તેની પત્ની વિરુદ્ધ આરોપ થઈ ગયા છે.” આ ૨૯ વર્ષીય ક્રિકેટરે આરોપોનો ઇનકાર કર્યો છે. શહાદતને ગત ૧૩ સપ્ટેમ્બરે ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

You might also like