સાંજે સ્નેક્સમાં સર્વ કરો બંગાળી જાલ મૂડી

સામગ્રી:
– 200 ગ્રામ પફ્ડ રાઇસ અથવા મૂડી
– એક મિડીયમ આકારનું બાફેલું બટાકું
– ઝીણી સમારેલી અડધી કાકડી
– સમારેલા ચાર લીલા મરચાં
– 2 ચમચી મિક્સડ સ્પ્રાઉટ્સ
– ચાર ચપટી મીઠું
– એક નાની ડુંગળી, ઝીણી સમારેલી
– એક નાનું ટામેટું, ઝીણું સમારેલું
– 2 નાની ચમચી ઝીણું સમારેલું આદું
– 2 ચમચી કાચી મગફળી
– 4 ચમચી સરસવનું તેલ

બનાવવાની રીત: સરસવનું તેલ અને મીઠું સિવાય બાકીની બધી જ ચીજવસ્તુઓ એક મોટા વાસણમાં નાંખી દો. ચમચીની મદદથી મિક્સ કરો અને ત્યારબાદ એમાં મીઠું અને તેલ નાંખો. એક વખત ફરીથી ચમચીથી હલાવીને દરેક વસ્તુઓ બરોબર મિક્સ કરી દો. બંગાળી ઝાલ મૂડી તૈયાર થઇ ગઇ. હવે એને સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like