અરવલ્લીના માલપુરમાં વેપારીની ધરપકડ મામલે આજે બંધનું એલાન

માલપુર વેપારી મંડળ દ્વારા આજે માલપુર બંધનું એલાન અપાયું છે. સોનાના વેપારીને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવવાના વિરોધમાં બંધ પાળવામાં આવ્યું છે. રાજકીય કિન્નાખોરી રાખી વેપારીને ફસાવ્યાનો આક્ષેપ છે અને વેપારીને મુક્ત કરાવવાની માગ સાથે માલપુર નગર સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે.

અરવલ્લી જીલ્લાના માલપુરમાં ગત ૨૫ માર્ચના રોજ દારૂના ગુનામાં માલપુરના સોની વેપારી પ્રકાશ નટવરલાલ સોનીની અટકાયત કરવામાં આવી હતી. જે ગુનામાં જામીન મળ્યા બાદ અન્ય એક લુંટ ધાડના માલ ખરીદીના કેસમાં જેલ હવાલે કરતા માલપુર વેપારી મંડળ પોલીસની સામે આવી ગયું છે.

જેમાં આજ રોજ માલપુર ગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે અન્વયે સમગ્ર માલપુર ગામનું બજાર સાહિર ધંધા રોજગાર બંધ રહ્યા હતા.સ્થાનિક વેપારીઓએ માલપુર ચાર રસ્તા ખાતે એકઠા થઇ પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો.અને વેપારી પર લગાવેલ ખોટા કેસો પાછા ખેચવા માંગણી કરી હતી.આ સમગ્ર મામલો પોલીસ ધ્વારા કોઈ હેતુ પૂરો પાડવા ઉભો કરાયો હોવાનો વેપારી મંડળે આક્ષેપ કર્યો હતો.

વીઓ-૦૨-સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કરાતા પોલીસે પોતાની કાર્યવાહી યોગ્ય ગણાવી હતી.અને કાયદેસરના ગુનામાં થતી કાર્યવાહી અંતગત ગુનો નોધવામાં આવ્યો હતો અને હજુ આગળ પણ તપાસ ચાલુ રહેશે આજ રોજ માલપુર બંધના એલાનના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૫૦ થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ત્યારે બાયડ-માલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વેપારી તરફી સમર્થન આપત્તા આ મામલે ગરમાવો પેદા થઇ જવા પામ્યો છે.

You might also like