બનાસકાંઠાનુ વધારે એક ગામ કેશલેસ : DDOએ કરાવી પહેલ

અમદાવાદ : બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા રૂપપુરા ગામ છેલ્લા દસ દિવસમાં કેશ લેસ બનતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લા વિકાસ અધિકારી અમીત અરોરાએ રૂપપુરાગામને કેશલેશ ગામ બનાવવાનો શુભારંભ કરાવ્યો હતો. ગામમાં કેશલેશથી તમામ વ્યવહારો શરૂ કરવામા આવ્યા છે. આ ગામનાં તમામ લોકોએ હવે ડિજીટલ પેમેન્ટ ચાલુ કર્યું છે.

આ ગામમાં તમામ વ્યવહારો થાય છે કેશલેશ
ગામમાં આજે તમામ લોકોએ એકસાથે એકઠા થઇ ડીઝીટલ ઇન્ડિયાની કલ્પનાને સાકાર કરી છેકેશલેસ વહીવટથી ગામના અગ્રણીઓએ ખુશી વ્યક્ત કરી છે. સૌથી મહત્વનું હતું કે આ ગામનાં સરપંચથી માંડીને તમામ અગ્રણીઓએ આ પ્રક્રિયામાં હર્ષભેર ભાગ લીધો હતો. અધિકારીની પહેલનું સ્વાગત કરતા તેમણે ગામને સંપુર્ણ કેશલેસ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

છેલ્લા 15 વર્ષથી રૂપપરા ગ્રામ પંચાયત સમરસ છે.ગામ પંચાયતનુ સુકાન મહીલાઓ સંભાળી રહી છે.ગામના તમામ મહત્વના પદો પર મહિલાઓ છે.બનાસકાંઠાના રૂપપુરાગામે એકરૂપ થઇને પ્રધાનમંત્રીની હાકલને વધાવીને કેશલેશ ગામ બનીને અન્ય ગામડાઓને પ્રેરણા પૂરી પાડી છે…

You might also like