VIDEO: બનાસકાંઠાનાં દાંતીવાડામાં કરંટ લાગતાં 2 બાળકોનાં મોત

બનાસકાંઠાઃ જિલ્લાનાં દાંતીવાડામાં કરંટ લાગવાથી 2 બાળકોનાં મોત નિપજ્યાં છે. દાંતીવાડાનાં ઓઢવા ગામમાં કરંટ લાગતાં 2 પિતરાઈ ભાઈઓનાં મોત થયાં છે. બંને ભાઈઓનાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાં છે.

જો કે ઉલ્લેખનીય છે કે એક ભાઈનું સારવાર દરમ્યાન અમદાવાદમાં જ મોત નિપજ્યું છે. જ્યારે બીજા ભાઈનું ડીસામાં
સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.

આ બંને બાળકોનાં મોતથી તેઓનાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ હતી. આ કરૂણ ઘટનાને લઇ દાંતીવાડાનાં ઓઢવા ગામમાં પણ ભારે શોકની લાગણી વ્યાપી ગઇ હતી. જો કે આ ઘટનાની જાણ થતાં આ બંને બાળકોનાં પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે એકઠાં થઇ ગયાં હતાં.

You might also like